________________
ચૌદ વણસ્થાનક ભાગ-૩
૧૮૫ જેવી પ્રવૃત્તિ જો આચરાતી હોય, તો તે કોઇ પણ રીતિએ ચલાવી લેવા જેવી નથી. સંયમી આત્માઓ અને શરીરના શોખીનો તથા રસના લમ્પટો તેમજ ચક્ષુ તથા વાણીના વિલાસિઓ-આ બધી. વસ્તુઓ અસંભવિત ગણાય; છતાં જો તે પુરજોશથી ચાલતી દેખાતી હોય, તો ખૂબ જ જાગૃત થવા જેવું છે. આ જાગૃતિ ચતુર્વિધ શ્રીસંઘમાં ખૂબ જ જરૂરી છે. સદાચારમય શાસનમાં રહેલા આત્માઓ જો અનાચારમય જીવન જ જીવતા હોય, તો તેઓ આ શાસનના સેવકો તરથી સહજ પણ સન્માનના અધિકારી નથી. એવાઓ છે. પ્રભુશાસનના સેવકોનું સન્માન લેવાનું પાપ આચરતા હોય, તો જરૂર તેઓ પોતાના આત્મા માટે અનંત સંસારમાં ભટકવાનું કરવા સાથે, અનેકના હિતની કતલ કરનારા હોવાથી કસાઇઓ કરતાં પણ અતિશય ભૂંડા છે. આટલા કથનાથી તમે સઘળો જ આશય સમજી શક્યા છો એમ માની લઉં, તો તે ખોટું નથી ને ?
સ. આટલું સ્પષ્ટ થયા પછી ન સમજાય એ કેમ બને ?
સંયમી જીવનની સુંદરતામાં માનનારા જરૂર સમજી જાય. આ સમજવા માટે પણ ત્રણે યોગોની સુંદરતા જરૂરી છે. વિષયો એ વિષ સમા છે, એટલું જ નહિ પણ વિષથી પણ વિષમ છે, આ વાતા જેઓના અંતરમાં કોતરાઇ ગયેલી છે, તેઓ આ વાતને ઘણી જ સારામાં સારી રીતિએ સમજી શકશે. જેઓ વિષયસુખમાં આનંદ માનનારા છે અને એથી સદાચાર તજી અનાચારની હદ સુધી પણ જવામાં આનંદ માને છે, તેઓને આ વાત સમજાવી પણ શક્ય નથી અને સમજાય તો તેઓ આ વાતને હૃદયમાં રાખી શકવાના નથી અને કદાચ રાખશે તો પણ પચાવી શકવાના નથી. કલ્યાણ જો અંતરમાં વસ્યું હોય, તો ખાસ ભલામણ છે કે આ વિષયમાં ખૂબ જાગૃત બનો. જાગૃત બની પોતાના જીવનને ઉજાળવા સાથે અન્યોના જીવનને ઉજાળવા માટે પણ કટિબદ્ધ બનો. વિષયવાસનાને