________________
૧૮૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
સંગ્રહને કરનારી આ પાંચ ભાવનાઓને અમલવાળી બનાવી પ્રત્યેક સંયમિએ આને આત્મસાત કરવાની ખૂબ ખૂબ જરૂર છે. આ પાંચ ભાવનાઓને મારી ચૂકેલા આત્માઓ બ્રહ્મચર્યના તેજ વિનાના દેખાતા હોય, તો તેમાં કાંઇ પણ આશ્ચર્ય પામવા જેવું નથી. વિધા ત્રિધા બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો આ પાંચમાંથી એક પણ ભાવના વિના એક ક્ષણ પણ જીવાય તેમ નથી. જેઓ એક ક્ષણ પણ આ ભાવનાઓને અવકાશ ન આપતા હોય, તેઓ દ્રવ્ય બ્રહ્મચર્યના પણ પૂરા પાલક ન હોય, એમાં આશ્ચર્ય જેવું શું છે ? સ્ત્રીકથા અને ભોજનકથા જેવી વિકથાઓમાં ચકચૂર બનેલાઓ આ ભાવનાઓના ખૂનીઓ હોય, એમાં શંકા કરવા જેવું જ નથી. આ વિકથાઓ ઉપરાંત સ્ત્રીઓના પરિચયમાં રહેનારા અને સ્ત્રીઓ સાથે વાતોના તડાકા આદિમાં આનંદ અનુભવનારા તથા સ્ત્રીઓ સાથે હાંસી-મશ્કરીની વાતો કરવામાં રાચનારા આત્માઓ, આ ભાવનાઓના વિનાશ માટે કસાઇ જેવા બને, એય સહજ છે. એવાઓ પોતાના આત્માના હિતની કતલ કરવા સાથે શાસનની અપભાજના કરાવી સ્વપરના બોધિને પણ દુર્લભ બનાવનારા નીવડે, તો એ વાતમાંય એક રતિભર પણ શંકા કરવા જેવું નથી. એ પ્રવૃત્તિઓને ડામી દો -
આ વાત બોલતાં પણ ગ્લાનિ થવા સાથે કંપારી છૂટે છે, પણ તમારે આ વિષયમાં ખૂબ ચકોર બની એવા વેષ ધારિઓને વજન આપતાં અટકી જવું જોઇએ. આ પાંચે ભાવનાઓનું લીલામાં કરી જેઓ નવે ગુપ્તિઓનું નામ-નિશાન પણ ન રહેવા દેતા હોય, તેઓ સાધુઓના વેષમાં શયતાનો છે, એમ માનવામાં જરા પણ ખોટું નથી. જે વ્રત નિરપવાદ ગણાય છે, તે વ્રતના પાલનમાં આવી ભયંકર બેદરકારી જ નહિ, પણ તેના વિનાશની જ જેહાદ બોલાવવા