SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ — — — — — — — — — — — — — — — — ચૌદ ગુણસ્થાનક ભા-૩ અશક્યપ્રાયઃ બન્યો છે. અબ્રહ્મનો ત્યાગ નહિ કરી શકનારા ગૃહસ્થો માટે પણ આ નામોશીજનક જ વસ્તુ છે. તેઓ આવી કામજનક ચિત્રશાળાઓ ઉભી કરે, એ તો તેઓના અંતરમાં રહેલી તીવ્ર કામવાસનાનું પ્રતીક છે. એ વાઓનું અંતર સદાય કામવાસનાઓથી જળતું રહે છે. એવાઓ જીવનમાં કયી વખતે અનાચારના માર્ગે ઉતરી જાય, એ કલ્પવું મુશ્કેલ છે. સાધુઓએ આવી વસતિઓથી ખૂબ જ બચવું જરૂરી છે. આવી વસતિઓમાં રહેવાથી લૂષિત મનોદશા થયા વિના રહેતી નથી. વારાંગનાઓનાં અને વિલાસિઓનાં મકાનો જેવાં મકાનોમાં વસવું, એ જ્યાં સારા ગૃહસ્થને માટેય ઠીક નથી, ત્યાં વળી સાધુઓ માટે તો એવાં મકાનો કેમ જ હિતાવહ હોય ? આ વસ્તુ ઉપર આ વીસમી સદી ખૂબ જ સાવચેતી માગે છે. વિષમ કાલમાં સાવચેતી નહિ રાખનારા સારા પણ ભાનભૂલા બની જાય છે. આથી આ કાલમાં એવી વસતિ અને એવાં આસનોથી બચવા માટે ખૂબ જ સાવચેત રહેવાનું છે. આ સઘળાનું તાત્પર્ય એક જ છે અને તે એ કે-જે સ્થાને રહેવાથી, બેસવાથી કે ઉભા રહેવા આદિથી વિકાર જન્મે તેવી સંભાવના હોય, એવા સ્થાનનો પરિત્યાગ કરવો એ શ્રેયસ્કર છે. આ પ્રકારના વર્તનવાળી ભાવનાથી નિરંતર ઓતપ્રોત રહેવું, એમાં જ ચોથા મહાવ્રતની વિશુદ્ધિ છે. સરાગ-સ્ટીક્યા-ત્યાગ : ૨- ચોથા મહાવ્રતની બીજી ભાવના છે- “સરાગ-ત્રીકથાત્યાગ' નામની. મોહોદયવાળા આત્માની સ્ત્રીઓ સાથે વાતો અથવા તો સ્ત્રીઓની કથા એનો પણ પરિત્યાગ અથવા રાગવાળી સ્ત્રીઓની સાથે અને રાગવાળી સ્ત્રીઓની કથા એનો પણ પરિત્યાગ, આ બીજી ભાવનાનો પરમાર્થ છે. અમુક દેશની સ્ત્રીઓ આવી આવી
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy