________________
ચૌદ ગુણસ્થાનક મામ-૩
ગહું છું. તે અસત્ અધ્યવસાયથી આત્માને વારું છું.'
આ રીતે હે ભગવન્ ! સર્વથા મૈથુનનો ત્યાગ કરવારૂપ ચોથા મહાવ્રતમાં રહું છું. (૪) ચોથું મહાવ્રત બ્રહ્મચર્ય :
૧૭૫
બ્રહ્મચર્ય, એ ચોથું મહાવ્રત છે. કામો બે પ્રકારના છે : એક દિવ્ય એટલે વૈક્રિય શરીરથી ઉત્પન્ન થતા અને બીજા ઔદારિક શરીરથી ઉત્પન્ન થતા. આ બેય પ્રકારના કામોનો મન, વચન અને કાયાથી કરવા, કરાવવા કે અનુમોદના રૂપે પણ ત્યાગ કરવો, એનું નામ ‘બ્રહ્મચર્ય' નામનું ચોથું મહાવ્રત છે. વૈક્રિય શરીરથી ઉત્પન્ન થતા કામો અને ઔદારિક શરીરથી ઉત્પન્ન થતા કામોને હું મનથી, વચનથી અને કાયાથી કરૂં નહિ, કરાવું નહિ અને અનુમોદું નહિ-આ રીતિએ એ બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું થાય છે. એ અઢારે પ્રકારના અબ્રહ્મનો ત્યાગ આ ચોથા મહાવ્રતમાં આવે છે.
21. અઢાર પ્રકાર શી રીતિએ ?
મનથી કરૂં, કરાવું અને અનુમોદું નહિ-એ ત્રણ. એજ રીતિએ વચનના ત્રણ અને કાયાના પણ ત્રણ. કુલ નવ ભેદ થયા. તેને બેએ ગુણો : કારણ કે-તે ઔદારિક અને વૈક્રિય એમ બે પ્રકારનાં શરીરોથી ઉત્પન્ન થતા કહ્યા છે. આ રીતિએ અઢાર પ્રકાર થાય. ચોથા મહાવ્રતને ધરનારા મહાત્માઓએ આ અઢારે પ્રકારે થતા અબ્રહ્મનો પરિત્યાગ કરવાનો છે.
સ્ત્રી આદિવાળી વસતિ આદિના
ત્યાગ રૂપ ચોથા વ્રતની પહેલી ભાવના :