________________
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
૧૭૪
ચૌદ વણસ્થાનક માગ-૩ – – ગુરૂની આજ્ઞાની દરકાર જ નહિ રાખનારા અને ઇરાદાપૂર્વક આજ્ઞાથી વિરૂદ્ધ વર્તનારા તથા સાધુવાસમાં પણ ગૃહસ્થાચારને જ જીવનારા, એ ગુરૂના ભયંકર દ્રોહિઓ જ છે. એવાઓ આ ભાવના સામે હલ્લો જ કરે. “વાત વાતમાં ગુરૂને પૂછવાની જરૂર શી ?' - આવું આવું બોલીને તેઓ ગુરૂની આજ્ઞાનો જ સમુદાયમાંથી નાશ કરનારા બને છે ગુરૂ ઉપર પક્ષપાત આદિના આરોપો ચઢાવીને ગુરૂને જ અકિંચિકર બનાવી દઇ, એ સ્વચ્છેદિઓ સમુદાયમાં સ્વચ્છંદાચારનું જ સામ્રાજ્ય પ્રવર્તાવનારા હોય છે. આ દશા સાધુપણાથી વંચિત બનાવી સાધુપણાને દુર્લભ બનાવે છે. “આજ્ઞામય જીવન જીવવામાં જ કલ્યાણ છે.” –એવી ભાવનાથી રંગાઇ ગયા વિના, કોઇ પણ રીતિએ કલ્યાણ નથી. આવી ભાવનાવાળો જ આ પાંચમી ભાવના આત્મસાત કરી શકે. ગુરૂની આજ્ઞા વિના, એક પણ વસ્તુનો ઉપયોગ, એ ત્રીજા મહાવ્રતની ઉપર કારમો હલ્લો છે. ત્રીજા મહાવ્રતની રક્ષા માટે ગુરૂઆજ્ઞા એ એક અમોધ સાધન છે. એની ઉપેક્ષા, એ ત્રીજા મહાવ્રતની ઉપેક્ષા છે. ત્રીજા મહાવ્રતની રક્ષાને ઇચ્છતા આત્માએ તો, સદ્ગુરૂની આજ્ઞાને જ દીવાદાંડી બનાવવી જોઇએ.
ચોથા મહાવતની મહા પ્રતિજ્ઞા
હે ભગવન્ ! ચોથા બ્રહ્મચર્ય મહાવ્રતમાં સર્વથા મેથુનનો (વિષયસેવનનો) ત્યાગ કરું છું, તે મૈથુન દેવ સમ્બન્ધી, મનુષ્ય સમ્બન્ધી કે તિર્યંચ સમ્બન્ધી હું પોતે એવું નહીં, બીજા પાસે સેવરાવું નહીં, સેવતાને સારો જાણું નહીં. જીવનપર્યંત ત્રિવિધે ત્રિવિધે મનવચન-કાયાએ કરી મૈથુન સેવું નહીં, સેવરાવું નહીં, સેવતાને અનુમોદીરા નહીં. પૂર્વે તેવી પ્રવૃત્તિ કરેલી હોય તો તે પાપથી હે ભગવન્ ! પાછો હઠું છું. આત્મસાક્ષીએ નિંદું છું. ગુરુ સાક્ષીએ