________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૧૭૧
ક્ષેત્રાદિના પ્રમાણની વ્યવસ્થા :
૩- ત્રીજા મહાવ્રતની ત્રીજી ભાવના- ‘અમુક પ્રમાણવાળું જ ક્ષેત્ર આદિ જ મારે ઉપયોગી છે, આ પ્રમાણે અવગ્રહની વ્યવસ્થા કરવી.' -એવા સ્વરૂપની છે. આ જાતિની વ્યવસ્થા કરી લેવાથી એટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં ઉભા રહેવા આદિની ક્રિયા કરવા છતાં પણ, દાતાને ઉપરોધ કરનારા થવાનું કારણ રહે નહિ. જો એ જાતિની વ્યવસ્થા કરવામાં ન આવી હોય, તો દાતાના ચિત્તમાં વિપરીત પરિણામ થવાનો સંભવ છે અને પોતાને પણ અદત્તપરિભોગજનિત કર્મબન્ધ થવાની સંભાવના છે. વસતિના આપનારે થોડા વિભાગની અનુજ્ઞા આપવાનું મનમાં રાખ્યું હોય અને આપણે અધિક વિભાગ મનમાં રાખ્યો હોય, તો અધિક વાપરવાથી વસતિ આપનારને અપ્રીતિ થવાનો અને- ‘હવે કદી જ સાધુઓને વસતિ આપીશ નહિ.' -એવા વિપરીત પરિમામ થવાનો પણ પ્રસંગ આવે તેમ જ સાધુનેય અદત્ત એટલે નહિ આપેલ ક્ષેત્રના પરિભોગનો પ્રસંગ આવે. આ બન્નેય વસ્તુઓ હાનિ કરનારી છે. જેઓ માલિકની રજા લીધા વિના એની આખીએ જગ્યામાં બેસવાઉઠવાનું આચરે છે, તેઓ જરૂર અદત્તનો પરિભોગ કરવાનું પાપકર્મ બાંધે છે. એવા સાધુઓ, સંભવિત છે કે વસતિના દાતારમાં પણ વિપરીત પરિણામ પેદા કરનારા બને. આ બન્નેય દોષોથી બચવાને માટે અને બચીને ત્રીજા મહાવ્રતને દૂષણરહિતપણે પાળવાને માટે,
આ ત્રીજી ભાવના પણ કદી જ વિસરવા જેવી નથી : એટલું જ નહિ, પણ હૃદયસ્થ કરવા જેવી છે, એ શંકા વિનાની વાત છે. સાધર્મિકો પાસે અવગ્રહની યાચના :