SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-3 થઇ અને એ અવસ્થામાં થંડીલ, માથું આદિ મકાનમાં જ કરવા જેવી અવસ્થા આવી તેમજ હાથ-પગ આદિ ધોવાના પ્રસંગ પણ મકાનમાં જ આવે, એવે અવસરે પણ વારંવાર વસતિના માલિકને પૂછવું જોઇએ કે- ‘અહીં આ રીતિએ કરવામાં હરકત તો નથી ને ?' આવી રીતિએ વારંવાર પૂછવાથી વસતિના દાતાને પ્રેમ થાય છે કે- “આ સાધુઓ કેટલા બધા ઉમદા છે કે-એક વાર મકાન આપ્યા છતાં પણ પુનઃ પુનઃ પૂછે છે અને આવી સ્થિતિમાં પણ પૂછયા વિના મકાનનો ઉપયોગ કરતા નથી.” વસતિના માલિકને મનમાં પણ દુઃખ કરવાનો પ્રસંગ ન આવે, એ માટે વારંવાર યાચના એ આવશ્યક છે. આ બીજી ભાવના માટે ખૂબ જ લઘુતા આવશ્યક છે. સ્વીકૃત વ્રતના પાલન માટે કરવાજોગું કરવામાં લઘુતા માનવી, એ મહા મૂર્ખાઇ છે. વસતિના દાતાને ચિત્તમાં પીડા ન થાય, એ હેતુથી એટલે દાતાના ચિત્તની પીડાના પરિહાર માટે પુનઃ પુનઃ યાચના કરવાની આજ્ઞા માવનારા પરમર્ષિઓ અનંતજ્ઞાની હતા, એ કદી પણ ભૂલવા જેવું નથી. ‘એક વાર માગી લીધા પછી પુનઃ પુનઃ માગવાની જરૂર શી ?' -આવી શંકા કરવી એય સારૂં નથી. અનંતજ્ઞાનિઓ જે આજ્ઞા માવે, એમાં જરૂર કલ્યાણ જ હોય આજ્ઞા સમજવા માટેની શંકા એ જુદી વસ્તુ છે અને આજ્ઞાને ઉડાવવા માટેની શંકા એ જુદી વસ્તુ છે. આ આજ્ઞાના પાલનમાં પણ કલ્યાણ જ છે-એમ સમજી લઇને માગેલ અવગ્રહમાં પણ પુનઃ પુનઃ યાચના કરતા રહેવું જોઇએ અને પુનઃ પુનઃ : યાચના કરવા દ્વારા આ ત્રીજા મહાવ્રતને ખૂબ જ નિર્મલ રાખવું એ જરૂરી છે. સંયમસાધના માટે વસતિ આપનારના અંતરમાં અપ્રીતિ થાય એવું વર્તન એ ઘણું જ ભયંકર વર્તન છે. એવા ભયંકર વર્તનથી બચવા માટે આ ભાવના આત્મસાત્ કરવી, એ કલ્યાણકામી માટે એકાંતે કલ્યાણને કરનારી વસ્તુ છે. ૧૭૦
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy