SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ – – – – – જ રીતિએ, પ્રથમ આવીને ઉતરેલા સાધુઓ વસતિના માલિકના કહેવાથી કદાચ રોષે ભરાય, વસતિ ખાલી કરીને ચાલ્યા જાય અથવા તો નથી આપતા, અમને પ્રથમ આપી છે અને અમારી મુદત પૂરી થયા પછી જ તું બીજાને આપી શકે છે.” –આવી આવી. ધાંધલમાં પડી જાય, તો આ લોકમાં અકાલે અનેક જાતિના ઉપદ્રવો મચવાનો સંભવ છે. સાધુઓના એવા પ્રલાપથી કદાચ એમેય બને કે-વસતિનો માલિક રોષે ભરાઇને સાધુઓને કાઢવા પણ તૈયાર થાય અને કાઢી પણ મૂકે ! આ કારણે, પરમ ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓએ પૂર્વ-પૂર્વના અવગ્રહને બાધ્ય જણાવી ઉત્તર-ઉત્તરના અવગ્રહને બાધક જણાવ્યો છે અને વિચાર પૂર્વક અવગ્રહને ચાચવો. જોઇએ-એવી આજ્ઞા માવી છે. જો આ આજ્ઞાનો અમલ કરવામાં ન આવે તો આ લોકમાં પરસ્પર વિરોધ દ્વારા અકાલે કાઢવા આદિના પ્રસંગો રૂપ દોષો જન્મ અને પરલોકમાં અદત્તપરિભોગજનિત પાપકર્મને ભોગવવાનો પ્રસંગ ઉભો થાય. આ કારણે, ખૂબ વિચારપૂર્વક અવગ્રહ યાચવાની ભાવનાને આત્મસાત બનાવી દેવી, એ પણ ત્રીજા વ્રતના સુવિશુદ્ધ પાલક માટે ખૂબ જ જરૂરી છે. વસતિ સંબંધી સ્પૃહાઓ : અભિમાન અને લાગવગ આદિથી સારી સારી વસતિઓને શોધનારા સાધુઓ આ પ્રથમ ભાવનાને આત્મામાં ઓતપ્રોત બનાવી શકતા નથી. વસતિની બાબતમાં સાધુઓએ સુકોમળ બનવું, સારી જ વસતિ જોઇએ -એવો આગ્રહ સેવનારા બનવું, એ બહુ ભયંકર છે. દુનિયામાં એવા અનેક આત્માઓ છે, કે જેઓને બેસવાની જગા પણ મળતી નથી અને એથી તેઓને કમને પણ અનેક દુઃખો પાપના ઉદયથી વેઠવાં પડે છે : જ્યારે મુનિઓએ તો ઇરાદાપૂર્વક
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy