________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૧૬૩
– – – – નહિ કરે. બીજા મહાવ્રતની વિશુદ્ધિ માટે આ ભાવનાને પણ કોઇ પણ ભોગે આત્મસાત્ કરી લેવાની મુનિ માત્રની જ છે.
ત્રીજા મહાવતની મહા પ્રતિજ્ઞા
“હે ભગવન્! ત્રીજા મહાવ્રતમાં સર્વથા ચોરી કરવાનો ત્યાગ કરું છું. તેના હું પચ્ચકખાણ કરું છું. ગામમાં, નગરમાં, અરણ્યમાં, અલ્પ મૂલ્યવાળી કે વિશેષ મૂલ્યવાળી, નાની કે મોટી, સચિત્ત કે અચિત્ત કોઇ પણ વસ્તુ હું તેના માલિકની રજા સિવાય લઇશ નહીં, બીજા પાસે લેવરાવીશ નહિં, લેનારને સારો જાણીશ નહીં. જાવજીવ ત્રિવિધ ત્રિવિધે મન-વચન-કાયાએ કરી હું ચોરી કરું નહીં, કરાવું નહીં કે કરનારને અનુમોદીશ નહીં. પૂર્વે ચોરી કરી હોય તો તે પાપથી હે ભગવન્ ! પાછો હઠું છું. આત્મસાક્ષીએ નિંદું છું. ગુરુ સાક્ષી ગહું છું, તે અસત્ અધ્યવસાયથી આત્માને વારું છું.
આ રીતે હે ભગવન્ ! સર્વથા ચોરી કરવાના ત્યાગરૂપ ત્રીજા મહાવ્રતમાં રહું છું' (૩) ત્રીજું મહાવ્રત-અસ્તેય -
હવે ત્રીજું મહાવ્રત “અસ્તેય' નામનું છે. લેવાની વસ્તુ પણ તેના માલીકે આપ્યા વિના નહિ લેવી જોઇએ. અદત્તનું ન લેવું, એ. આ મહાવ્રતનું સ્વરૂપ છે. આ અદત્ત ચાર પ્રકારે છે : (૧) સ્વામી અદત્ત, (૨) જીવ અદત્ત, (૩) તીર્થકર અદત્ત અને (૪) ગુરૂ અદત્ત.
૧- તૃણ, કાષ્ઠ અને પત્થર આદિ કોઇ પણ વસ્તુ. એ વસ્તુના માલીકે આપ્યા વિના લેવી, એને સ્વામી અદત્તનું ગ્રહણ