________________
૧૬૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
તેનું નિરતિચાર પાલન કરવાના અથિએ આ ભાવનાનેય આત્મસાત કરવી જ જોઇએ. સમ્યજ્ઞાનપૂર્વક વિચારીને બોલવું -
પ- “આલોચનાપૂર્વકનું ભાષણ” -આ નામની પાંચમી ભાવના છે. કોઇ પણ વચન બોલવા પૂર્વે સમ્યજ્ઞાનપૂર્વક વિચારીને જ બોલવું, એ આ ભાવનાનો પરમાર્થ છે. સમ્યજ્ઞાનના ઉપયોગ વિના, બોલવાની ઇચ્છા નહિ છતાં અસત્ય બોલાઇ જાય છે. એના અભાવમાં વાત સાચી હોય પણ બોલવી અહિતકર હોય, છતાંય તે અહિતકર થાય એ રીતિએ બોલી જવાય છે. આ હેતુથી સમ્યજ્ઞાનપૂર્વકના વિચાર વિનાનું બોલવું, એ પણ બીજા મહાવ્રતને દૂષિત કરવાનો જ માર્ગ છે, એમ સમજવું જોઇએ . “સમ્યજ્ઞાનપૂર્વકના વિચાર વિનાનું બોલવું એ અનર્થકારક હોઇને, એનો પરિત્યાગ એ હિતાવહ છે.' એમ વિચારી, એવું બોલવાનો મારે ત્યાગ કરવો જ જોઇએ, આવી ભાવનામાં રહેતા મહર્ષિ, કદી પણ સમ્યફજ્ઞાનપૂર્વકની આલોચના વિના બોલતા નથી. આવા ઉપયોગમાં રત રહેતા મહર્ષિઓ, ખરેખર, બીજા મહાવ્રતનું નિરતિચાર પાલન કરી શકે છે. ગપ્પાં મારવાની કુટેવવાળા અને વાતોના વ્યસની, આ ભાવનાને આત્મસાત નથી કરી શકતા અને એથી એ બિચારાઓ પોતાના બીજા મહાવ્રતને અસ્તોવ્યસ્ત કરી નાંખે છે. એવાઓ અવસરે અવસરે ગપ્પાં મારવામાં અને વાતોના તડાકા મારવામાં એવા પણ રક્ત બની જાય છે કે-એમાં અનેક સત્યો વટાઇ જાય છે અને અસત્યો બફાઇ જાય છે, એનો ખ્યાલ પણ તેઓને રહેતો નથી. ગપ્પાં અને વાતોને જ સ્વાધ્યાય માની બેઠેલાઓ, ભાગ્યે જ બીજા મહાવ્રતનું પાલન કરી શકે છે. આ પાંચમી ભાવનામાં મસ્ત મહર્ષિ સ્વપ્રમાં પણ નકામી વાતોને પસંદ