________________
૧૬૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
કહેવાય છે.
૨- બીજું જીવાદત્ત. એક જીવવાળી વસ્તુ છે અને એને આપવા માટે પણ એનો માલીક તૈયાર છે, પરન્તુ ખૂદ જીવ પોતે પોતાને અર્પણ કરવા તૈયાર નથી : એ સ્થિતિમાં તેને ગ્રહણ કરવી, એ જીવ અદત્તનું ગ્રહણ કહેવાય છે. દ્રષ્ટાન્ત તરીકે માનો કે-માતા-પિતાદિ પોતાના પુત્ર આદિને ગુરૂના ચરણમાં અર્પણ કરવાને તૈયાર છે, પણ જે પુત્ર આદિને તેઓ અર્પણ કરવાને તૈયાર છે, તેઓમાં પ્રવજ્યાના પરિણામ નથી. આવા પ્રવજ્યાપરિણામથી શૂન્ય બાલકને, તેનાં માતા-પિતાદિની સંમતિપૂર્વક પણ દીક્ષા આપનાર જીવાદત્તનો લેનાર ગણાય.
૩- ત્રીજું તીર્થંકરાદત્ત. આધાકર્મિક આદિ દોષોથી દૂષિત આહારાદિ લેવાની શ્રી તીર્થંકરદેવોની મના છે : એટલે તેના માલીકથી દેવાતા અને નિર્જીવ એવા પણ તેઆધાકર્મિકાદિ દોષોથી દૂષિત આહારનો સ્વીકાર કરવો, એ શ્રી તીર્થંકર અદત્તનું ગ્રહણ કર્યું કહેવાય.
૪- હવે ચોથું ગુરૂ અદત્ત. આધાકર્મિક આદિ દોષોથી રહિત એવા પણ આહાર આદિને, એના માલિકે તે આપેલા હોવા છતાં પણ, ગુરૂની આજ્ઞા વિના ઉપયોગમાં લઇ શકાય નહિ. ગુરૂની આજ્ઞા વિના તેવા આહાર આદિને ઉપયોગમાં લેવાય, તો તે ગુરૂઅદત્તનું ગ્રહણ કહેવાય. ગુરૂઆજ્ઞા વિના સ્વામિદત્ત નિર્દોષ પણ આહારાદિનું ગ્રહણ કરવું, એ ગુરૂ-અદત્ત જ છે.
આ ચારેય પ્રકારના અદત્તનો પરિત્યાગ, એનું નામ ત્રીજું મહાવ્રત છે. એક સામાન્ય તરણા જેવી વસ્તુ પણ એના માલિકની આજ્ઞા વિના લેવાની મના આ મહાવ્રતમાં આવે છે. એ જ રીતિએ સોલ વરસની અંદરનો બાલ માતા-પિતા આદિની માલિકીમાં ગણાય છે, એટલે તેઓ તેને આપવા તૈયાર હોય, એ સ્થિતિમાં જો કે