________________
ચૌદ ||
સ્થાન ભાગ-૩
૧૫૯
ધર્માચાર્યો પોતે અસત્ય બોલે છે એટલું જ નહિ, પણ ભક્તો પાસેય અસત્ય બોલાવે છે અને લખાવે છે. શાણા આત્માઓ ઉપર આની સારી અસર ન થાય અને નવા પામેલાઓ ખસી જાય, તો એથી આશ્ચર્ય પામવા જેવું નથી. માનના લોભે શાસનરક્ષાની પ્રવૃત્તિ ઉપાડી અનેક શાસનપ્રેમીઓનો સાથ મેળવ્યો હોય, પણ જ્યાં કારમો વિરોધ થાય અને વિરોધિઓ દ્વારા તેમના સ્વભાવ મુજબ ગાલીપ્રદાન આદિનું શસ્ત્ર ઉગામવામાં આવે, ત્યાં એવા આત્માઓ માનલોભી હોઇને ખસી જાય : એટલું જ નહિ, પણ ભયભીત બનેલા તેઓ સહાયક બનેલા શાસનસેવકોને માથે જ દોષ ઢોળી તેમની નિન્દાદિ કરવાનોય પ્રયત્ન કરે, એ સ્વાભાવિક છે. વર્તમાનનાં શાસનરક્ષાનાં કેટલાંક પ્રકરણોમાં આવું બની ગયેલું અનુભવાયું છે અને એ અનુભવોએ વિચક્ષણ શાસનપ્રેમિઓને સચેત બનાવ્યા છે. એવા ભયનો આવિભવ, એ પણ “ભયમોહનીય” ના ઉદયનો જ પ્રતાપ છે. એના ઉદયથી ભાનભૂલા બનેલા બીજા મહાવ્રતને ભૂલી જાય એ પણ બને. માન લેવા જતાં માન જવાનું દેખાય, એટલે એ ભયથી પણ અસત્યનો આશ્રય લેવો પડે. પૂર્વે કરેલી શાસનસેવાનો પણ કેટલીક વાર પોતાના મુખે જ ભયથી અપલાપ કરનારાઓ જોવાય છે. એથી એ પણ સ્પષ્ટ થાય છે કે-તેવાઓ દ્વારા શાસનસેવાનાં કામો પણ કેવલ માનની લાલસાથી જ થાય છે ! અન્યથા, માન જવાના પ્રસંગે પણ પૂર્વે કરેલી શુદ્ધ બુદ્ધિની શાસનસેવાનો અપલાપ કરવાની જરૂર શી ? જ્યારે પોતાના નામે ચઢતી શાસનસેવાનો પણ માનનાશથી ગભરાઇને કે માનનાશની સંભાવનાથી ડરીને અપલાપ કરાય, ત્યારે સમજવું કે-શાસનસેવા થઇ ગઇ એ આનુષંગિક બનાવ, પણ ધ્યેય તો માન મેળવવાનું જ. આવા લોભી અને ભીરૂ આત્માઓ, ગમે તેવા સારા પણ કાર્યમાં, છેક અણીના સમયેય દગો દે, તો