________________
૧૬૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
એથી આશ્ચર્ય પામવા જેવું કાંઇ જ નથી. એવાઓના વિશ્વાસે રહેવું, એય દગાને આમંત્રણ આપવા જેવું છે. ખરેખર, એવા લોભ અને ભયને આધીન બનેલા આત્માઓ ક્યારે પોતાના બીજા મહાવ્રતનેય દગો દેશે, તે પણ કહી શકાય નહિ. એવાઓનાં મહાવ્રતો સદાય ભયગ્રસ્ત જ હોય છે. આવી કનિષ્ટ મનોદશાથી બચવાને માટે અને એ દ્વારા મહાવ્રતને સુરક્ષિત રાખવાને માટે, પ્રાણોના નાશનો જે ભય-તેને પણ તજવો જોઇએ. પ્રાણના નાશના ભયની માફ્ક અન્ય ભયો પણ અસત્ય બોલવામાં કારણભૂત બની જાય છે. આ રીતિએ ભય પણ આત્મા પાસે અનેક પાપો કરાવનાર બને છે. આ કારણે, ભયને તજવો એ પણ ખૂબ જ આવશ્યક છે. સંયમની સાધનાના સદુપયોગમાં આવતા પ્રાણો જો સંયમભંગમાં કારણ થાય, તો એ ઘણી જ કમનસીબ ઘટના ગણાવી જોઇએ. પાપભીરૂ બનવાને બદલે- ‘મારા સન્માન આદિનો નાશ ન થાય.' -એ વગેરે જાતિની ભીરૂતા ધરનારા, આ ત્રીજી ભાવનાથી વંચિત રહેવાને જ સરજાયેલા છે. આવા ભીરૂઓ મૃષાવાદથી નથી ડરતા, પણ મૂર્ખાઓ દ્વારા થતા પોતાના માનભંગથી ડરે છે. આવાઓ મહાવ્રતોને ધરનારા બનેલા હોવા છતાં પણ, ધીર નહિ હોવાના કારણે, પ્રાયઃ મહાવ્રતોની દરકાર વિનાના જ હોય છે અગર તો બની જાય છે.
અપ્રશસ્ત ક્રોધને તજવો જ જોઇએ ઃ
૪- ચોથી ભાવના ‘ક્રોધપ્રત્યાખ્યાન' નામની છે. ‘ક્રોધથી તરલિત મનવાળો બનેલો આત્મા પણ મિથ્યા બોલી જાય છે ! આથી ક્રોધ પણ બીજા વ્રતમાં વિઘ્ન કરનાર છે. માટે મારે ક્રોધનો પણ ત્યાગ કરવો જોઇએ.'
-આવી ભાવનાથી ભાવિત આત્મા, પોતાના બીજા મહાવ્રતને