________________
૧૫૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
પોતાના અનેક પ્રકારના ભયંકર જાતિના લોભોનું જ પ્રાયઃ પોષણ કરતા હોય છે. માન-સન્માન અને પ્રશંસાના લોભિઓ, કયી રીતિએ પોતાનું જે કાંઇ માન-સન્માન હોય તે બન્યું રહે અને કયી રીતિએ પોતાની પ્રશંસા સદાય થયા કરે તેમજ વધ્યા કરે-એવા જ પ્રકારની યોજનાઓનો હાંસીની વાતમાં પણ અમલ કર્યા કરે છે. એવા ધર્માચાર્યો પણ પોતાના બીજા મહાવ્રતને બાજુએ મૂકીને જ બેઠા હોય, એવો સ્પષ્ટ આભાસ થાય છે. એવાઓના સહવાસમાં આવવાથી અનેક ધર્મના અર્થિઓ પણ પોતાના અર્થિપણાને ગુમાવી બેઠાના બનાવો બન્યા છે. હાસ્યપ્રત્યાખ્યાન' અને “લોભપ્રત્યાખ્યાન' -આ બે ભાવનાનો અભાવ, એ જ દશાનું મુખ્ય કારણ છે. જે સાધુઓને આ દુર્દશાથી બચવું હોય, તેઓએ આ બે ભાવનાઓને સતત જીવંત અને જાગૃત રાખવી જોઇએ. હાંસીમશ્કરીની કુટેવ અને વસ્ત્રાદિનો તથા માનસન્માનાદિનો લોભ, એ બીજા વ્રતને માટે શ્રાપ રૂપ છે, એમ જાણી એ બેનો પરિત્યાગ કરવો એ જ આ બે ભાવનાઓનો પરમાર્થ છે. જેઓ સાચા સ્વાધ્યાય આદિથી પરવાર્યા છે, તેઓને આજે હાંસી-મશ્કરી વિના સમય કેમ પસાર કરવો-એની પણ ચિંતા છે અને બાહ્યથી જ માત્ર ત્યાગી હોવાથી બીજી રીતિએ વસ્ત્ર, પાત્ર અને પુસ્તક આદિનો તથા માનસન્માનાદિનો લોભ એ બિચારાઓને ખૂબ સતાવી રહ્યો છે.
લ્યાણકામિઓએ એવી દુર્દશાથી બચવા માટે આ બે ભાવનાઓને ખૂબ મજબૂત બનાવવી જોઇએ. ભય પણ અનેક અનર્થો સરજાવે છે :
૩- “ભયપ્રત્યાખ્યાન' આ નામની ત્રીજી ભાવનાથી પણ બીજા મહાવ્રતને ભાવિત રાખવાની જરૂર છે. નમાલા આત્માઓ ભયથી પણ અસત્ય બોલી નાંખે છે. કેટલીક વાર ભયભીત બનેલા