________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
અસત્યથી બચી સત્યના પાલનમાં સજ્જ રહેવું હોય, તો આ ‘હાસ્યપ્રત્યાખ્યાન' નામની ભાવનાથી ભાવિત રહેવાની ખૂબ જરૂર
છે.
માનાદિના લોભથી થતી હાનિ :
૧૫૭
૨- ‘લોભપ્રત્યાખ્યાન' નામની બીજી ભાવના પણ બીજા મહાવ્રતના રક્ષણ માટે અતિ આવશ્યક છે. લોભ પરવશ બનેલો આત્મા ઘણી જ સહેલાઇથી અસત્યનો બોલનારો થાય છે. લોભે અનેક સ્વરૂપે જગત ઉપર પોતાના સામ્રાજ્યને વિસ્તાર્યું છે. સાધુઓ પણ જો પોતાના સ્થાનને ભૂલે છે, તો તેઓ પણ વસ્ત્ર, પાત્ર અને પુસ્તક આદિ અનેક વસ્તુઓના લોભને આધીન બની જાય છે. માન-સન્માનના લોભને પણ ભાનભૂલાઓ વશ બને છે. આ જાતિની લોભપરવશતાથી અસત્ય બોલવું, એ તો આજે કેટલાક સાધુ ગણાતાઓનેય સોપારી ખાવા જેટલું પણ મુશ્કેલ નથી લાગતું. પોતાના માનની રક્ષા માટે હાસ્યની વાતના રૂપમાં અનેકોની ખોટી નિંદા આનંદપૂર્વક કરનારા જ્યારે ધર્માચાર્યો તરીકે પંકાતા પણ જોવાય, ત્યારે તો એ અતિશય ખેદનો જ વિષય ગણાય. તેઓ આ બીજા મહાવ્રતની પહેલી અને બીજી-એ બન્નેય ભાવનાઓને ભૂલ્યા છે, એનો એ રીતિએ સ્પષ્ટ સાક્ષાત્કાર થાય છે. માનના લોભથી, પોતાની પ્રશંસા અને અન્યની ખોટી નિંદા, એ સાધુપણાના લેબાસમાં પણ સ્વાભાવિક જેવી બની જાય છે. લોભની આ ભયંકરતા સમજી, તેના ત્યાગમાં સજ્જ રહેવાની તાલાવેલી, એ આ બીજી ભાવનાનું સ્વરૂપ છે. હાંસીનો અને માનાદિના લોભનો આજે સાધુના વેષમાં રહેલાઓ ઉપર પણ કારમો હલ્લો છે. આ હલ્લાના પ્રતાપે આજે એવા પણ ધર્માચાર્યો તરીકે ઓળખાતા આત્માઓ છે, કે જેઓનો ઘણો સમય હાસ્યજનક વાતોમાં જ જાય છે અને એ સમયે તેઓ