________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
તરીકે પરિણામ પામે એવાં વચનો બોલો છે, તેઓ આ બીજા મહાવ્રતના સ્વરૂપથી અજ્ઞાત છે. પહેલા અને બીજા મહાવ્રતને અંગે આ તો ટૂંકી ટૂંકી વાતો કહી, પણ વર્તમાનમાં અહિંસા અને સત્યના નામે હિંસા અને અસત્યનો જે વાયુ ફુંકાઇ રહ્યો છે તેને અંગે ઘણી ઘણી વાતો વિચારવા જેવી છે. વળી ભદ્રિક આત્માઓને ઠગવાનો ધંધો લઇ બેઠેલાઓ પણ આજે પ્રિય' વચનના નામે અનેક ભ્રમો ઉપજાવી રહ્યા છે, પણ વિચક્ષણો પ્રિય અને તથ્ય સાથે પથ્યનો જો યોગ્ય વિચાર કરે, તો એવાઓથી બચવું એ બહુ મુશ્કેલ કામ નથી.
બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ :
૧૫૫
પહેલા મહાવ્રતની જેમ પાંચ ભાવનાઓ છે, તેમ સર્વ પ્રકારે મૃષાવાદથી વિરામ પામવાના સ્વરૂપવાળા બીજા મહાવ્રતની પણ પાંચ ભાવનાઓ છે. એ ભાવનાઓનાં નામો છે- ૧હાસ્યપ્રત્યાખ્યાન, ૨- લોભપ્રત્યાખ્યાન, ૩- ભયપ્રત્યાખ્યાન, ૪ક્રોધપ્રત્યાખ્યાન અને ૫-આલોચનાપૂર્વકનું ભાષણ.' રાગથી, દ્વેષથી અને મોહથી અસત્ય બોલાય છે, માટે આ પાંચ ભાવનાઓ દ્વારા એ ત્રણેનો તિરસ્કાર કરવામાં આવ્યો છે. બીજા મહાવ્રતના પાલનમાં ‘હાસ્ય, લોભ, ભય અને ક્રોધ' -આ ચાર મહા વિઘ્નો છે. એ કારણે હસ્યાદિ ચારને બીજા મહાવ્રતના પાલનમાં વિઘ્ન રૂપ માની હાસ્યાદિ ચારનો પરિત્યાગ કરવો, એ હાસ્યાદિ-પ્રત્યાખ્યાન કહેવાય છે અને એ બીજા મહાવ્રતના પાલન માટે ખૂબ આવશ્યક છે. જેમ હાસ્યાદિ ચારનું પ્રત્યાખ્યાન આવશ્યક છે, તેમ બોલતાં પહેલાં સમ્યજ્ઞાન પૂર્વકની વિચારણા પણ આવશ્યક છે. સમ્યજ્ઞાન પૂર્વકના વિચાર વિના બોલવું, એ પણ બીજા મહાવ્રતના પાલનમાં વિઘ્ન રૂપ જ છે, એ વાત પણ વિચક્ષણને કબૂલ્યા વિના