SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ પણ વચનને જે બે વિશેષણો આપે છે, તે ખૂબ જ વિચારવા જેવાં છે. વચન માત્ર તથ્ય જ એટલે કે અમૃષા રૂપ જ નહિ હોવું જોઇએ. પ્રિય અને પથ્ય એવું જે તથ્ય વચન –એને જ ઉપકારી મહાપુરૂષો બીજું મહાવ્રત જણાવે છે. પરમાર્થને નહિ પામેલા આત્માઓને, અહીં એ પ્રશ્ન ઉઠવો સંભવિત છે કે ‘એક્લા સત્ય વચનને બીજા મહાવ્રત તરીકે ઓળખાવ્યું હોત, તો શું હરકત હતી ? કે જેથી પ્રિય અને પથ્ય આ બે વિશેષણો વધારાના આપવાની જરૂર પડે છે ?' આનું પણ ઉપકારિઓએ સુંદર સમાધાન આપ્યું છે. “સત્ય વ્રતના અધિકારમાં વચનને ‘તથ્ય' એટલે ‘સત્ય' એવું વિશેષણ આપવું, એ તો બરાબર છે : પણ ‘પ્રિય' અને ‘પથ્ય' એટલે ભવિષ્યમાં હિતકર આ બે વિશેષણોનો અહીં સત્ય વ્રતમાં અધિકાર શો છે ?” -આવા પ્રશ્નનો ઉત્તર આપતાં પણ ઉપકારિઓએ ૧૫૨ માવ્યું છે કે-એ બે વિશેષણો પણ આ સત્યના અધિકારમાં જ અતિશય જરૂરી એટલે અધિકારયુક્ત જ છે. ચોરને ચોર કહેવો, કોઢીયાને કોઢીયો કહેવો, કાણાને કાણો કહેવો અથવા એવા જ કોઇને એવા વિશેષણથી નવાજવો-એ દેખીતી રીતિએ સત્ય હોવા છતાં પણ, એ વિશેષણો એ વિશેષણને લાયક એવા જીવોનેય અપ્રિય હોવાથી, વાસ્તવિક સત્યની કોટિમાં આવતાં નથી. ચોરને ચોર અને કોઢીયા આદિને કોઢીયો આદિ કહેવો, એ હકીકતથી સત્ય હોવા છતાં પણ, અપ્રિય હોવાથી અસત્ય છે. આથી જેઓ ‘અમે તો જે જેવો હોય, તેને તેવો કહેવામાં જ સત્યની ઉપાસના માનીએ છીએ' -એમ કહે છે, તેઓ ખરે જ અજ્ઞાનોના જ આગેવાનો ઠરે છે. તેઓ સત્યવાદી નથી પણ પરમાર્થથી અસત્યવાદી જ છે. ચોર કોને કહેવાય, કોઢીયો કોને કહેવાય, કાણો કોને કહેવાયઆ વિગેરે વસ્તુઓ સમજાવવી એ જૂદી વાત છે અને તેવાને તેવા તરીકે સંબોધીને બોલાવવો એ જૂદી વાત છે. વસ્તુને વસ્તુ સ્વરૂપે -
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy