________________
૧૫૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
સચિત્તનો પરિહાર ઃ
૫- પ્રથમ મહાવ્રતની પાંચમી ભાવનાનું નામ ‘દ્રષ્ટાન્ન-પાનગ્રહણ' છે. જીવસહિતના અન્ન-પાનનો પરિહાર, આ ભાવનાથી સુસાધ્ય છે ! આ કારણે, આ ભાવના પણ અહિંસાવ્રત માટે ઉપકારક છે. આ ભાવનાથી જીવદયાપાલનની દશા ખૂબ જ જાગૃત રહે છે. 'અહિંસા' નામના મહાવ્રતના પાલન માટે કેટલી કેટલી વાતોથી સાવચેત રહેવાનું છે, એ આથી ખૂબ સ્પષ્ટ થાય છે. ભક્ષ્યાભક્ષ્યનો વિવેક પણ આ માટે ખૂબ આવશ્યક છે. અનેક અચિત્ત વસ્તુઓ પણ જીવોના સંયોગથી સંસક્ત બની જાય છે. એવી વસ્તુઓનો પરિહાર આ ભાવનાની જાગૃતિ વિના મુશ્કેલ છે. કોઇ પણ મનપસંદ ખાધ કે પેય વસ્તુ હાથમાં આવતાં જ મુખમાં મૂકવાની આતુરતાવાળાઓ આ ભાવનાને અંતરમાંરાખી શકતા નથી. એક
રસનાની આસક્તિ આત્માને કેવા કેવા પાપના માર્ગે ગમન કરાવે છે, એ વાત જો સમજાય, તો એ આસક્તિના ત્યાગ માટે સઘળાય સામર્થ્યનો સદુપયોગ થયા વિના રહે નહિ. ‘અહિંસા' નામના મહાવ્રતનો ઉપાસક, ગમે તેટલો ક્ષુધાતુર બનેલો હોય તેવા સમયે પણ, શુદ્ધ ગવેષણાથી મેળવેલી દોષરહિત ભિક્ષા પણ, જીવોથી સંસક્ત છે કે નહિ-એ જોવામાં સહજ પણ પ્રમાદને પરવશ બને નહિ. આ દશાને જાળવી રાખવા માટે આ પાંચમી ભાવના ખૂબ જ જરૂરી છે અને એથી આ પાંચમી ભાવના પ્રથમ મહાવ્રત માટે ખૂબ જ ઉપકારક છે. આ પાંચ નાવનાઓથી પરવારેલાઓ, પ્રથમ મહાવ્રતના લોપકો બને, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ જ નથી. હિંસાનો ડર અને અહિંસાપાલનની સાચી તમન્ના હોય, તો આ પાંચ ભાવનાઓ પ્રતિનું દુર્લક્ષ્ય અસંભવિત છે અને એથી થઇ જતી ભૂલ માટે પણ આત્માને સદા પશ્ચાત્તાપ આદિ થયા જ કરે છે.