SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ભાગ-3 ૧૪૯ કલ્યાણકામી આત્માઓએ તો એવા પ્રમાદની જડને જ ઉખેડી નાંખવાની તત્પરતા કેળવવી જોઇએ : કારણ કે-પ્રથમ મહાવ્રતના પાલનમાં દત્તચિત્ત બનવા ઇચ્છતા આત્માએ તો આ સમિતિને પણ એક ક્ષણને માટેય વિસરવી એ યોગ્ય નથી. ચાલ પણ ઉપયોગશૂન્ય નહિ જોઇએ ૪- પ્રથમ મહાવ્રતના સુવિશુદ્ધ પાલન માટે “ઇર્ષા સમિતિ પણ ખૂબ જ આવશ્યક છે. ગમનાગમનમાં ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ, એ આ સમિતિનો પરમાર્થ છે. “અહિંસા' નામના મહાવ્રતથી ઓતપ્રોત થયેલો મુનિ, વિના પ્રયોજને તો એક અંગુલી હલાવવાની પણ ઇચ્છાવાળો હોય નહિ. એ મહર્ષિ પ્રયોજને ગમનાગમન કરે, ત્યારે પણ કોઇ પણ જીવ મારાથી સહજ પણ પીડા ન પામો.... - એવી ભાવનાથી ભરપૂર જ હોય. એવા મહર્ષિની ચાલ પણ અનંત ઉપકારિઓએ ક્રમાવેલી આજ્ઞાને અનુસરતી જ હોય. ઉદ્વતની માક્ક આંખોને આજુબાજુ વતાં ચાલનારા તો, આ સમિતિના શત્રુઓ જ છે. આ સમિતિના જે શત્રુઓ જ હોય, તે શત્રુઓને સાચા અર્થમાં દયાળુ માનવા, એ જ મુશ્કેલ છે. મુનિઓને જ્યારે યથેચ્છપણે ચાલતા જોવામાં આવે, ત્યારે કોઇ પણ ધર્મશીલને ગ્લાનિ થાય એ સ્વાભાવિક છે. શ્રી જિનેશ્વરભગવાનના મુનિઓ, એ મૂર્તિમંત અહિંસા છે. એવા પણ મુનિઓ અહિંસા માટે પ્રતિકૂલ એવી ચાલે ચાલે, એ કેમ સહાય ? ખરેખર, હિંસા કરાવનારી ચાલનો પણ મુનિઓમાં તો અભાવ જ હોય. હિંસાના અભાવવાળી અને અહિંસાને સાધનારી ચાલને ચાલવા ઇચ્છતા મુનિઓએ, એક ક્ષણના પણ વિરામ વિના “ર્યાસમિતિ” ની ભાવનામાં એકતાને જ રહેવું, એ એકાંતે હિતાવહ છે.
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy