SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ — - - - - - - - જુદી વાત છે, પણ પરમ ત્યાગી અને પરમ ગીતાર્થ એવા ગણનાયકને પામવા છતાંય જે સાધુઓ ભિક્ષાના વિષયમાં માતેલા. સાંઢ જેવું આચરણ કરતા હોય, તેઓએ તો આ એક લોકના થોડા સમયની મોજના કારણે થતી અનંતકાલ સુધીની ભયંકર પાયમાલીથી બચવા માટે, આ બીજી ભાવનાથી પ્રથમ મહાવ્રતને ખૂબ જ ભાવિત બનાવવાની આવશ્યક્તા છે. જોવું-પ્રમાર્જિવું એય આવશ્યક છે - ૩- પ્રથમ મહાવ્રત રૂપ જે “અહિંસાતેની ત્રીજી ભાવના છેચોથી સમિતિ. આ સમિતિનો પરમાર્થ, કોઇ પણ વસ્તુને લેતાંમૂકતાં જોવાનું અને પ્રમાજવાનું પૂરેપુરું લક્ષ્ય રાખવું એ છે. આ ભાવનાના અભાવમાં પણ, પ્રથમ મહાવ્રત રૂપ જે અહિંસા, તેનું પાલન મુશ્કેલ છે. કોઇ પણ વસ્ત્ર-પાત્ર આદિને લેતાં કે મૂકતાં, જોવાની અને પ્રમાર્જિવાની કેટલી બધી આવશ્યક્તા છે, એ ષસ્કાયની રક્ષાની ભાવનાવાળો જ જાણે. સૂક્ષ્મ જીવોના અસ્તિત્વમાં અને એની રક્ષામાં માનતા મુનિઓ, જોયા વિનાની અને પ્રમાર્યા વિનાની વસ્તુને મૂકે, તો તેઓ આ સમિતિ રૂપ ભાવનામાં રહેલા કેમ જ મનાય ? કોઇ પણ વસ્તુને લેતાં કે મૂકતાં પહેલાં, એ વસ્તુને કે સ્થાનને જોવાની અને પ્રમાર્જિવાની કાળજી વિનાનો, આ ભાવનાથી વંચિત છે, એમ જ માનવું રહ્યું. છએ કાયના જીવોની રક્ષાના મનોરથોમાં રમતો મુનિ, જોવાના અને પ્રમાર્જિવાના લક્ષ્યથી રહિત હોય, એ બનવું જ શક્ય નથી. પ્રાણી માત્રને પોતાના આત્માની માફ્ટ ગણતો આત્મા મુનિપણામાં આવે અને તે પછી આ ભાવનાથી દૂર રહે, એ તો પૂર્વમાં ઉગતા સૂર્યને પશ્ચિમમાં ઉગાડવા જેવું જ અસંભવિત કાર્ય છે; પણ, પ્રમાદપરવશ આત્માઓએ આ કાર્યને ઘણું જ સુસંભવિત બનાવી મૂક્યું છે.
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy