________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૧૪૭
બોલનારાઓને જતિઓની ટીકા કરવાનો કેટલો અધિકાર છે, એય વિચારવા જેવું છે ! આજના જતિઓ, કે જેઓ સાચા યતિપણાનો ત્યાગ કરવાથી “ગુરૂજી' ને બદલે “ગોરજી' તરીકે ઓળખાય છે, તેઓ કહે છે કે- “અમને પણ શ્રાવકો સાધનો આપે છે અને એથી અમે રેલ આદિનો ઉપયોગ કરીએ છીએ, એમાં હરકત શી ?' ત્યારે આવું કહેતાં તેઓને માટે પણ ટીકા કરવાનો અધિકાર પછી ક્યાં રહે છે ? આથી જેઓ દોષિત ભિક્ષાની ઉપાસનામાં પડ્યા છે, તેઓએ કમથી કમ હિતબુદ્ધિથી ટીકા સાંભળવા જેટલું ખમીર તો અવશ્ય રાખવું જોઇએ, કે જેથી દોષનો ખ્યાલ આવે અને દોષત્યાગનો શક્ય પ્રયત્ન પણ થઇ શકે. રસલંપટતાને તજવી જોઇએ :
દોષિત ભિક્ષાનો આસ્વાદ એ સાધુપણામાં ઝેરના આસ્વાદ જેવો આસ્વાદ છે. રસલપટોએ જ શુદ્ધ ભિક્ષાના માર્ગનો વિલોપ કર્યો છે. “અહિંસા' નામના આ મહાવ્રતને સુરક્ષિત રાખવા માટે, આ “એષણા સમિતિ' ની ભાવના સોદિત રહેવી જોઇએ. આ બીજી ભાવનાને સદોદિત રાખવા માટે રસલમ્પટતાનો ત્યાગ કર્યા સિવાય છૂટકો જ નથી. ખરેખર, રસલમ્પટતાના પ્રતાપે પ્રભુશાસનની નિર્દોષ ભિક્ષાનાં દર્શન પણ આજે દુર્લભ થયાં છે. ભિક્ષા લાવવી એટલે જાણે આજે એ વિચિત્ર જાતિનો જ ધંધો થઇ પડ્યો છે. સારું અને ઇંદ્રિયોને અનુકૂળ અનુકૂળ લઇ આવવું, એનું જ નામ ભિક્ષા હોય-એવું આચરણ થતું પણ આજે કેટલેક સ્થલે સ્પષ્ટ રૂપમાં દેખાઇ રહ્યું છે. આજે કેટલાકોની ગૌચરી ગદ્વાચારી બની ગઇ છે. ગીતાર્થ ગણનાયકોએ આ તરફ ખૂબ જ જાગૃત રહેવાની જરૂર છે. ગણના નાયકપદે આરૂઢ થયેલા જ જ્યાં વિષયલમ્પટ હોય, ત્યાં તો સાધુઓ માતેલા સાંઢ જેવા બને એ