________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
થાય, તે મારી પર પ્રસાદ કરી સમજાવો.”
સૂરિવર સસ્મિત વદને બોલ્યા- “ભદ્ર, દેશવિરતિપણાથી અંકિત થયેલો શ્રાવક પોતાના ગૃહસ્થ ધર્મને યોગ્ય એવા કર્મમાં પ્રવર્તે છે. તે ગૃહસ્થ શ્રાવક પોતાના ષટ્કર્મ, અગિયાર પ્રતિમા અને શ્રાવકના બાર વ્રત પાલવાને તત્પર રહે છે, જ્યારે પોતાના ગૃહસ્થ ધર્મમાં તે યથાર્થ રીતે પ્રવર્તે છે, ત્યારે તેનામાં અવશ્ય ધર્મધ્યાન પ્રાપ્ત થાય છે. તે ધર્મધ્યાન દેશવિરતિપણું હોવાથી મધ્યમાં સ્થિતિમાં રહે છે. ઉત્કૃષ્ટ સ્થિતિમાં આવી શકતું નથી.”
“મહાનુભાવ, ગૃહસ્થ શ્રાવકના ષટ્કર્મ અને બાર વ્રત કયા ? તે સંક્ષેપમાં આપના મુખે સાંભળવાની ઇચ્છા છે.” મુમુક્ષુએ આનંદ પૂર્વક પૂછયું.
સૂરિવરે મધુર વચને કહ્યું, કે જૈનશાસ્ત્રોમાં તે નીચે મુજબ કહેલ છે.
"देवपूजा, गुरुपास्ति:, स्वाध्याय: संयमस्तप: ।। दानंचेति गृहस्थानां, षट्कर्माणि दिने दिने ||१||"
ભાવાર્થ - “(૧) ગૃહસ્થ શ્રાવકે શ્રી વીતરાગ સર્વજ્ઞા પ્રભુની પ્રતિમાની પૂજા-ભક્તિ કરવી. (૨) ત્રિકરણ શુદ્ધિથી શુદ્ધ ગુરૂની સેવા કરવી. (૩) હંમેશાં અમુક સમય સુધી સ્વાધ્યાયા કરવો. (૪) મન, વચન અને કાયાથી ઇંદ્રિયોનું દમન કરવું. (૫) યથાશક્તિ તપસ્યા કરવી. અને (૬) સાત ક્ષેત્રોમાં દાન આપવું. એ ષટ્કર્મ ગૃહસ્થ શ્રાવકે હંમેશાં આચરવા જોઇએ.”
ગૃહસ્થ શ્રાવકે હંમેશા બાર વ્રત પાળવાના છે, તેમાં (૧) પહેલા વ્રતમાં સ્થૂલ હિંસાનો સર્વથા ત્યાગ કરવો, (૨) સ્કૂલ મૃષાવાદનો ત્યાગ, (૩) સ્થૂલ ચોરીનો ત્યાગ, (૪) પરસ્ત્રીનો ત્યાગ, (૫) સ્થૂલ પરિગ્રહનું પરિમાણ કરવું, (૬) પોતાને જવા માટે દિશાનું અમુક પરિમાણ કરવું, (૭) ભોગોપભોગ કરવામાં