________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
બીજા પાયાનું નામ ઇષ્ટાયોગાર્ત છે. એટલે ઇષ્ટ પદાર્થનો વિયોગ થવાથી જે આર્તધ્યાન થાય તે. ત્રીજા પાયાનું નામ રોગચિંતાર્ત છે. રોગની પીડાથી ચિંતા થતાં જે આર્તધ્યાન થાય તે. અને ચોથા પાયાનું નામ અગ્રશૌચાર્ત છે. અગ્રપણાથી શૌચપણે જે આર્તધ્યાન થાય તે. આ પ્રમાણે આર્તધ્યાનના મુખ્ય ચાર પાયા છે. અને આ શ્યામવર્ણના ચાર કિરણો તે પાયાની સૂચના કરે છે.”
9
વત્સ, જે બીજા હીરામાંથી ચાર કિરણો નીકળે છે, તે રૌદ્રધ્યાનના ચાર પાયા દર્શાવે છે. પહેલો પાયો હિંસાનંદ રૌદ્ર છે. હિંસા કરવાના આનંદને લઇને જે રૌદ્રધ્યાન ધરવું તે. બીજા પાયાનું નામ મૃષાનંદ રૌદ્ર છે. મૃષા-મિથ્યા બોલવાના આનંદથી રૌદ્રધ્યાન કરવું તે. ત્રીજા પાયાનું નામ ચૌર્યાનંદ રૌદ્ર છે. ચોરી કરવાના આનંદવડે રૌદ્રધ્યાન કરવું તે. અને ચોથા પાયાનું નામ સંરક્ષણાનંદરૌદ્ર છે પોતાનું અને પોતાના પદાર્થોનું રક્ષણ કરી આનંદ પામી રૌદ્રધ્યાન કરવું તે. આ પ્રમાણે રૌદ્રધ્યાનના ચાર પાયાઓને તે બીજા હીરાના શ્યામવર્ણવાળા કિરણો સૂચવી આપે છે આ દેશવિરતિ ગુણસ્થાનરૂપ સોપાન ઉપર વર્તનારા જીવને આર્ત અને રૌદ્ર ઉભયધ્યાન પ્રાપ્ત થાય છે, પરંતુ જેમ જેમ દેશ વિરતિપણું વિશેષ થતું જાય છે, તેમ તેમ આર્ત અને રૌદ્રધ્યાન મંદ મંદ થતાં જાય છે. તે બંને હીરાઓમાં જે ઝાંખાપણું દેખાય છે તે તેતે ધ્યાનની મંદતા સૂચવે છે.
“ભદ્ર, જે વચ્ચે ચળકતો હીરો છે, તે ધર્મધ્યાનને સૂચવે છે. જેમ જેમ દેશવિરતિપણું અધિક થતું જાય છે, તેમ તેમ ધર્મધ્યાન પણ મધ્યમ રીતે અધિક થતું જાય છે. ઉત્કૃષ્ટ ધર્મધ્યાન અહિં થઇ શકતું નથી.”
મુમુક્ષુએ પ્રશ્ન કર્યો - “મહાનુભાવ, આપે આ પાંચમા ગુણસ્થાનમાં મધ્યમ પ્રકારે ધર્મ ધ્યાન કહ્યું, તે અહિં શી રીતે