________________
ચૌદ ગુણસ્થાનક ભાd-3
ધંધાની ઉપેક્ષા અથવા ત્યાગ કરવામાં આવે તે ઉત્કૃષ્ટ દેશવિરતિ ગણાય છે, અને તે પ્રમાણે વર્તનારો શ્રાવક ઉત્કૃષ્ટ શ્રાવક ગણાય છે.”
ભદ્ર, મુમુક્ષુ, આ પાંચમાં ગુણસ્થાનમાં દેશવિરતિપણાનો ચોગ હોવાથી તેનું દેશવિરતિ નામ પડેલું છે. આગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશ ઉણી કોટી પૂર્વની છે. અહીં આરૂઢ થયેલા જીવનું વર્તન કેટલેક દરજે સારું ગણાય છે, અને તેને ધ્યાનનો સંભવ છે. ભદ્ર, જે આ પાંચમા સોપાનમાં ત્રણ હીરાઓ રહેલા છે, તે આહંત શાસ્ત્રમાં પ્રખ્યાત એવા ત્રણ પ્રકારના ધ્યાન છે. જે બે કૃષ્ણવર્ણના ઝાંખા હીરાઓ છે, તે આર્ત અને રૌદ્ર ધ્યાનનો દેખાવા છે, અને જે વચ્ચે ચળકાટમાં વધતો જતો હીરો છે, તે ધર્મધ્યાનનો દેખાય છે. આ પગથીઆ ઉપર આવેલા જીવને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન મંદ હોય છે, તેથી તેનો ઝાંખો દેખાવ આપેલો છે, અને જે મધ્યમ રીતે ચળકતો વચ્ચેનો હીરો છે,તે ધર્મધ્યાનનો મામ દેખાવ છે, એટલે આગુણસ્થાન ઉપર વર્તનારા જીવને ધર્મધ્યાન મધ્યમ રીતે વધી શકે છે. ઉત્કૃષ્ટ રીતે વધી શકતું નથી. કારણકે, જો તે ઉત્કૃષ્ટ રીતે વધે તો પછી તેનામાં સર્વવિરતિપણું થવાનો પૂર્ણ સંભવ છે. | મુમુક્ષુએ પ્રશ્ન કર્યો. “ભગવનું, એ સૂચના મારા જાણવામાં આવી, પરંતુ જે બે કૃષ્ણવર્ણી અને ઝાંખા હીરાઓમાંથી દરેક્ના ચાર ચાર કિરણો નીકળતા દેખાય છે, એ શું હશે ? તેની અંદર કાંઇ પણ ઉત્તમ હેતુ હોવો જોઇએ. તે સમજાવો.”
સૂરિવર્સ બોલ્યા- “ભદ્ર, આર્તધ્યાન અને રીદ્રધ્યાનના ચાર ચાર પાયા કહેલા છે. તે ચાર ચાર કિરણોથી એસૂચના આપે છે. આર્તધ્યાનનો પહેલો પાયો અનિષ્ટ યોગાર્ત નામે છે. એટલે અનિષ્ટ (નહીં ગમતા) પદાર્થનો યોગ થવાથી જે આર્તધ્યાન થાય તે.