________________
૧૩૮ - -
ચૌદ વણસ્થાનક ભાગ-૩
-
-
-
-
-
-
-
-
દોષ છે, કે જે આત્માને સુસાધુધર્મની આરાધના સુખપૂર્વક કરવા દે નહિ. માયા, એ અસત્યની માતા છે. અનંત ઉપકારિઓ માટે છે કે-પ્રાયઃ કરીને માયા વિના અસત્યનો ઉપયોગ હોતો નથી. પરનુ વંચન કરવાના પરિણામ રૂપ જે માયા, એ સુસ્વભાવતા રૂપ વૃક્ષના વિનાશ માટે કુહાડાનું કામ કરનારી છે. માયાશીલ આત્મા. સુંદર સ્વભાવને જીવનમાં જીવી શકતો નથી. માયાશીલતા, એ સુંદર સ્વભાવશીલતાની પ્રતિપક્ષિણી છે. મિથ્યાજ્ઞાન, એ જ્યારે સુંદર સ્વભાવનો શત્રુ છે, ત્યારે માયા, એ મિથ્યાજ્ઞાન રૂપ અવિધાની જન્મભૂમિ છે ! આ જ કારણે, માયાવી આત્મા દુર્ગતિનો અધિકારી હોઇ, સુસાધુપણાના પાલનમાં પરમ સહાયક એવી જુતાને પામતો નથી. બકવૃત્તિને ધરતા અને કુટિલતાને આચરવામાં હોંશિયાર એવા માયાવિઓ જગતને ઠગવાનો પ્રયત્ન કર્યા કરે છે, પણ સાચા રૂપમાં તેઓ પોતે જ ઠગાય છે ? કારણ કે-એ માયાવીપણું તેમને ભયંકર ભવસાગરમાં ભટકાવે છે. માયાદેવીની ઉપાસનામાં પડેલા સૌ કોઇ સરલતાના વેરી બની, પોતાની જાતને આ સુસાધુમાર્ગ રૂપ પ્રથમ કોટિના ધર્મની આરાધના કરવાની જે લાયકાત-તેનાથી વંચિત રાખે છે અને સંસારમાં ભટકવાનું ચાલુ રાખે છે. જગતની માયામયતા :
આ જગતમાં માયાનું સામ્રાજ્ય કમ વ્યાપેલું નથી. કેવળ અર્થ અને કામની ઉપાસનામાં પડેલા અજ્ઞાન જીવો કેવી રીતિએ માયાવી વ્યવહાર ચલાવી રહ્યા છે, એ પણ સમજવા જેવું છે. માયાની ઉપાસનામાં આનંદ માનતા રાજાઓ અર્થના લોભથી સઘળાય લોકને ઠગે છે. રાજાઓ સઘળાને ઠગવા માટે