________________
૧૩૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
એ છે કે નહિ એ જોવાનું વિધાન હોઇ, જો અભ્યાસ કરતાં અભ્યાસ કરનારમાં એ ન દેખાય, તો વાચનાની માંડલીમાંથી તેને ઉઠાડી મૂકવાનું પણ વિધાન છે. આવી રીતિએ વિધાન કરનાર શાસ્ત્ર, પાપમય વ્યાપારના પરિત્યાગની પ્રયત્નશીલતા વિના જે સુસાધુધર્મની આરાધના શક્ય નથી, તે સુસાધુધર્મના અર્થિમાં એ વસ્તુ છે કે નહિ, એ જોવાનું વિધાન ન કરે, એ કોઇ પણ રીતિએ બનવાજોગ વસ્તુ નથી. પોતાના જીવની જેમ અન્ય જીવોની રક્ષા ઃ
‘સુસાધુધર્મ' રૂપ પ્રથમ પ્રકારના ધર્મની આરાધના માટે સાવધ એટલે પાપવાળાં જે કાર્યો-તેનું પરિવર્જન કરવામાં ઉધુક્તતા એટલે ઉદ્યમશીલતા, એ ખૂબ જ આવશ્યક વસ્તુ છે. છએ કાયના જીવોને અભયદાન એ જે ધર્મનું મુખ્ય અંગ છે, એનું રક્ષણ આ જાતિની ઉઘુક્તતા વિના કોઇ પણ રીતિએ શક્ય નથી. જેઓ છ કાયના જીવોની રક્ષા પોતાના જીવની માફ્ક કરવા જોગી મનોદશા ધરાવતા નથી, તેઓ માટે આ સુસાધુધર્મ સાધ્ય નથી. છ કાયના જીવોનો સાચો રક્ષક જો કોઇ પણ હોય, તો તે આ સુસાધુધર્મનો પાલક જ છે. છ કાયના જીવોની રક્ષા, એ તો એવી વસ્તુ છે કેઆખું સાધુપણું જ તન્મય છે. જયણા વિના આ ધર્મનું પાલન નથી અને જયણા એ ત્યારે જ શક્ય છે, કે જ્યારે પ્રાણી માત્રને પોતાની માફ્ક માની, કોઇ પણ જીવને મારા પ્રમાદથી પણ હાનિ ન પહોંચે એની સતત જીવંત અને જાગૃત કાળજી હોય. પાપવ્યાપારના પરિવર્ઝનમાં ઉદ્યમી હોવાના બદલે જે આળસુ હોય છે, તે તો ઘણી વાર નામનો જ સાધુ રહી જાય છે. આજ્ઞાની ઉપેક્ષા અને અનુરણના ચાળા :