________________
ચૌદ ગુણસ્થાનક માણ-૩
ગરજ સારનારા હોઇ, ક્લ્યાણના અર્થી આત્માઓએ તો એવાઓથી સદા દૂર જ રહેવાનો અને અન્યોને પણ દૂર રાખવાનો શક્ય પ્રયત્ન કરવો જોઇએ.
ધર્માચાર્યો ધર્મનીજ દેશના દે ઃ
૧૩૨
ધર્માચાર્યો સંસારની અસારતા સમજાવે અને મોક્ષની ઉપાદેયતા સમજાવે-એમાં તો અહીં કોઇને પણ શંકા હોવાને કારણ જ નથી. સંસારથી છૂટવા અને મોક્ષે પહોંચવા માટે ધર્મ જ એક સાધન રૂપ છે, એટલે ધર્મની કથા જ ધર્માચાર્યોએ કરવાની રહી. ધર્માચાર્યોના વેષમાં હોવા છતાં પણ, જેઓ ધર્મકથાના સ્થાને અર્થકથા અને કામકથા કરે છે, તેઓ ખરે જ અધર્માચાર્યો છે. અર્થ અને કામની જગતમાં વિના ઉપદેશે પણ પ્રવૃત્તિ છે અને એ પ્રવૃત્તિ આત્મહિતની ઘાતક જ છે ઃ તે છતાંય એનો ઉપદેશ દેવો, એ તો સળગતા જગતમાં ઘીની આહુતિ નાંખવા જેવું છે. પાપ રૂપ હોઇ અનર્થ રૂપ મનાતા અર્થ અને કામનો ઉપદેશ અને તે પણ ધર્માચાર્યે દે, એ તો પાણીમાંથી અગ્નિ ઉઠે એના જેવું ભયંકર છે. ધર્માચાર્યો તો પ્રસંગ પામીને ધર્મકથાના જ કરનારા હોય અને એમાં પણ સંસારની અસારતા તથા મોક્ષની સારરૂપતા સમજાવીને, સંસારના ત્યાગમાં તથા મોક્ષની પ્રાપ્તિમાં સાધનભૂત એવા ધર્મનો જ ઉપદેશ આપવાનો હોય.
ધર્મ બે પ્રકારનો છે ઃ
ધર્મના મૂળ સ્થાપક શ્રી જિનેશ્વરદેવો સિવાય અન્ય કોઇ જ હોતું નથી. ધર્મના સાચા સ્થાપક એક શ્રી જિનેશ્વરદેવો જ હોય છે. શ્રી જિનેશ્વરદેવો પણ પોતાના રાગ, દ્વેષ અને અજ્ઞાનનો સંપૂર્ણપણે વિનાશ કર્યા પછીથી જ ધર્મતીર્થની સ્થાપના કરે છે. એ રીતિએ રાગ, દ્વેષ અને અજ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત કરનારા શ્રી