________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
૧૩૧ ––––––– –
પાલન શક્ય જ નથી. ષટ્કાયની વિરાધનાથી જ જીવનારાઓ પોતાને મહાવ્રતધારી મનાવતા હોય, તો તે તેઓની કારમી ધૃષ્ટતા જ છે. શ્રી તીર્થંકર મહારાજા જેવાના આત્માઓ પણ જ્યારે રમનગાર બને છે, ત્યારે જ મહાવ્રતોના ધારક કહેવાય છે. સાચા સખ્યદ્રષ્ટિઓ પણ, અમૂક અંશે ત્યાગ કરવાને સમર્થ હોવા છતાં, ગૃહસ્થાવાસનો પરિત્યાગ કરી શકવાને માટે જો અસમર્થ હોય છે, તો સર્વવિરતિધર બનવાની લાલસા સેવતા થકા પણ દેશવિરતિધર જ બને છે. અહિંસાદિ મહાવ્રતો સર્વવિરતિધરોને માટે જ શક્ય છે. સર્વ વિરતિધર બન્યા વિના અહિંસાદિ મહાવ્રતોના સાચા પાલક બની શકાય, એ શક્ય જ નથી. સર્વવિરતિધર બનવા માટે ઘરબાર, કુટુમ્બપરિવાર આદિ સઘળાનો પરિત્યાગ કરવો, એ આવશ્યક છે. સાચા અનાસક્તો સંસારમાં રહ્યા થકા શક્યા ત્યાગ કરવા છતાં પણ, પોતાની જાતને મહાવ્રતધારી મનાવતા નથી. એવા અનાસક્ત આત્માઓ પણ મહાવ્રતોને ધરવા માટે સર્વત્યાગની લાલસામાં જ રમતા હોય છે. “આ સઘળાનો પરિત્યાગ કરીને, હું આજ્ઞા મુજબનો નિર્ચન્થ ક્યારે બનું ?' એ જ એ પુણ્યપુરૂષોની મનોભાવના હોય છે. ગૃહસ્થાવાસમાં રહેવા છતાં પણ સાચી અનાસક્ત દશાને અમુક અંશે પામેલા આત્માઓની
જ્યારે આ દશા હોય છે, ત્યારે જેઓ સઘળી અકરણીય અને પાપમય પ્રવૃત્તિઓને જ રસપૂર્વક આચરે છે, તેવાઓને તો મહાવ્રતધારી મનાય જ કેમ ? એવાઓ પોતાની જાતને અનાસક્ત તરીકે ઓળખાવીને પણ, પોતાના પાપને જ છૂપાવવાના પ્રયત્નો કરે છે. એ રીતિએ દંભમય જીવન જીવનારા પાપાત્માઓ ભદ્રિક આત્માઓને ઠગી શકે છે, પણ તેઓએ સમજવું જોઇએ કે-તેઓ પોતાના અને બીજાઓના પણ પરલોકને બગાડી રહ્યા છે. કલ્યાણકામી જગતને માટે એવા દક્ષિઓ કારમા શત્રુઓની જ