________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૧૨૯ – –
–
–
–
તેની યોગ્યા-ચોગ્યતા સંબંધી પરીક્ષા કરવી જોઇએ. એ તરફ બેદરકાર બનેલા આત્માઓ કલ્યાણને બદલે અકલ્યાણને પામે, એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. વિરાધનાની ભયંકરતાને નહિ સમજનારા સ્વેચ્છાચારી આત્માઓ આ વસ્તુને સમજી શકે એ શક્ય નથી. વળી ઉપકારના સ્વરૂપને નહિ સમજનારાઓ પણ, અજ્ઞાન આદિના કારણે ભૂલ કરે એ શક્ય છે. આથી કલ્યાણના અર્થી આત્માઓએ તો પોતાને મહાવ્રતોના મહાભારને વહેવા માટે યોગ્ય બનાવવાની પણ તકેદારી રાખવી જોઇએ. મહાવ્રતો તરીકે ગણાતા મહાગુણો પાંચ છે : એક અહિંસા, બીજું સમૃત, ત્રીજું અસ્તેય, ચોથું બ્રહ્મચર્ય અને પાચમું અપરિગ્રહ, આ પાંચ મહાવ્રતો છે અને આ પાંચ મહાવ્રતોનું સ્વરૂપ પણ અહીં આપણે સંક્ષેપથી જોઇ લઇએ. પહેલું મહાવ્રત - અહિંસા
પ્રથમ અહિંસાવ્રતનું સ્વરૂપ દર્શાવતાં, ઉપકારી મહાપુરૂષા હિંસાનું સ્વરૂપ દર્શાવી, તેના નિષેધ રૂપ અહિંસાને પ્રથમ મહાવ્રત તરીકે ઓળખાવે છે. પ્રમાદના યોગથી ત્રસ જીવોના અગર તો સ્થાવર જીવોના જીવિતવ્યનો નાશ કરવો, એનું નામ હિંસા છે. એવી હિંસા ન કરવી, એનું નામ અહિંસા છે અને સાધુઓનું એ પહેલું મહાવ્રત છે. (૧) અજ્ઞાન, (૨) સંશય, (૩) વિપર્યય, (૪) રાગ, (૫) દ્વેષ, (૬) સ્મૃતિભ્રંશ, (૭) યોગોનું દુષ્મણિધાન અને (૮) ધર્મનો અનાદર' -આ આઠ પ્રકારનો પ્રમાદ છે. આ આઠ જાતિના પ્રમાદથી બચવા માટે સદ્દગુરૂની નિશ્રા, એ પણ ખૂબ જ આવશ્યક વસ્તુ છે. આ આઠ જાતિના પ્રમાદને નહિ જાણનારા આત્માઓ પણ જ્યારે પોતાની જાતને જ્ઞાની માની લે અને હિંસાઅહિંસાની વાતો કરવાને મંડી પડે, ત્યારે સમજી લેવું કે-એવાઓ