________________
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
ચૌદ ગુણસ્થાન ભાગ-૩
— તે સુખની આગળ અનુત્તર વાસી દેવોનું જે સુખ છે સર્વાર્થ સિધ્ધ વિમાનમાં રહેલા દેવોનું જે સુખ છે તે તુચ્છ રૂપે ગણાય છે અનુભવાય છે. એવા ઉંચી કોટિના સુખનો અનુભવ આ સર્વવિરતિવાળા જીવો પ્રાપ્ત કરી શકે છે.
હવે એ પાંચ મહાવ્રતો અને એની પચ્ચીશ ભાવનાઓનું વર્ણન કરાય છે.
પહેલા મહાવતની મહા પ્રતિજ્ઞા :
“હે ભગવંત ! પહેલા મહાવ્રતમાં પ્રાણાતિપાતથી (જીવહિંસાથી) પાછો હઠું છું, હે ભગવન્! સર્વથા જીવોને મારવાનાં પચ્ચખાણ કરું છું. સૂક્ષમ કે બાદર, બસ કે થાવર એમ સર્વ જીવોને હું પોતે મારીશ નહિં, અન્ય પાસે મરાવીશ નહિં, મારનારને સારો જાણીશ નહિં. જીવનપર્યંત ત્રિવિધ ત્રિવિધે મન-વચન-કાયાએ કરી, હું જીવહિંસાને કરું નહિં, કરાવું નહિં, કરનારને અનુમોદીશ નહિં. કોઇ જીવ ભૂતકાળમાં હણાયો હોય તો તે પાપથી પાછો હઠું છું. આત્મસાક્ષીએ નિંદુ છું. ગુરૂસાક્ષીએ ગણું છું, તે અસત્ અધ્યવસાયથી આત્માને વારું છું.
આ રીતે હે ભગવન્ સર્વથા જીવદયા પાલનરૂપ પહેલા મહાવ્રતમાં રહું છું.” (૧)
યતિ મહાત્માઓ અનેક વિશિષ્ટ ગુણોના સ્વામી હોય છે. સાચા યતિઓ તેઓ જ છે, કે જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ જે રત્નત્રય-તેનાથી સહિત હોય. આ ત્રણ રત્નોમાંથી પ્રથમનાં બે રત્નો તો ચતુર્થ ગુણસ્થાનકવર્તી આત્માઓની પાસે પણ હોઇ શકે છે. શ્રી ચિનોક્ત તત્ત્વોની રૂચિવાળા પણ વિરતિમાં નહિ આવેલા