________________
૧૨૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
પહેલું લક્ષણ-માર્ગાનુસારિપણું
દેશચારિત્રી આત્માનાં છલક્ષણોમાં પહેલું લક્ષણ માર્ગાનુસારિતા છે. અહીં માર્ગ શબ્દથી તાત્ત્વિક માર્ગ સમજવાનો છે. તાત્ત્વિક માર્ગ ક્યો ? જે માર્ગને અનુસરવાના યોગે આત્મા પોતાના સ્વાભાવિક સ્વરૂપને એટલે પરમાત્મસ્વરૂપને પામી શકે, તેવો જે માર્ગ, તેને જ તાત્ત્વિક માર્ગ કહી શકાય; જે માર્ગને અનુસરવાથી જીવ ક્રમે કરીને પણ પોતાના સ્વાભાવિક સ્વરૂપને પામી શકે નહિ અને કેવળ વિભાવદશામાં જ આથડ્યા કરે, એ માર્ગને તાત્ત્વિક માર્ગ કહી શકાય નહિ. આથી એ નક્કી થાય છે કે-તાત્ત્વિક માર્ગ એટલે મોક્ષમાર્ગ અને મોક્ષમાર્ગ એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલો માર્ગ. આ માર્ગને અનુસરવાના સ્વભાવવાળો બનેલો જે આત્મા, તેને માર્ગાનુસારી કહેવાય છે. માર્ગાનુસારી બનેલો આત્મા માત્ર સદ્ગુરૂઓના ઉપદેશ આદિથી જ માર્ગને અનુસરનારો હોય છે-એમ નહિ. પણ માર્ગાનુસારિપણાને પામેલો આત્મા સ્વભાવથી પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા મોક્ષમાર્ગને અનુકૂલ પ્રવૃત્તિ કરનારો હોય છે. આવા માર્ગાનુસારિપણાને ઉપકારિઓ મોક્ષમાર્ગની સાધનામાં ઘણું જ ઉપકારક માને છે. ઉપકારિઓ ફરમાવે છે કે-આવું માર્ગાનુસારિપણું, એ મોક્ષની પ્રાપ્તિને માટેનું અવઘ્ય કારણ છે. જેમ આંધળો માણસ અટવીમાં હોય અને નગરમાં પહોંચવાની અભિલાષાવાળો હોય, તો તે અટવીને લંઘીને પોતાને જે નગરે પહોંચવાની ઇચ્છા હોય તે નગરે પહોંચી શકે કે નહિ ? ત્યાં કહેવું પડે કે-માણસ ભલે આંધળો હોય અને અટવીમાં પડેલો હોય, પણ તેને જો પુણ્યયારી આપે તો તે જરૂર પોતાને જે નગરે પહોંચવાની ઇચ્છા હોય, તે નગરે પહોંચી શકે. પોતાના તેવા પ્રકારના પુણ્યના