SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ચઠ ગુણસ્થાનક ભાગ-૩ ૧૧૯ - - - - - - - - - - - - ગુણરાગ અને શક્યારંભસંગતતા -આ છ લક્ષણોને અહીં દેશવિરતિધર આત્માઓનાં લક્ષણો તરીકે જણાવેલ છે; પરંતુ આ છ લક્ષણો નિજ નિજ ધર્મની અપેક્ષાથી ધર્મી એવા સર્વ આત્માઓને માટે બંધબેસતાં થઇ શકે છે. સમ્યકત્વ ધર્મને પામેલા પુણ્યાત્માઓને મિથ્યાત્વમોહનીય-કર્મ આદિ કર્મોનો જેટલો ક્ષયોપશમાદિ થયેલ હોય છે, તે ક્ષયોપશમાદિને ધ્યાનમાં રાખીને વિચાર કરવામાં આવે, તો આ છએ લક્ષણોને સમ્યકત્વ-ધર્મને પામેલા. પુણ્યાત્માઓને પણ અંશે અંશે બંધબેસતાં કરી શકાય છે. જો કેસમ્યકત્વનાં આસ્તિક્યાદિ છ લક્ષણો ઉપકારિઓએ વર્ણવેલાં છે અને તે લક્ષણો વિષે આપણે છઠ્ઠી સદ્ધર્મ વિંશિકાના પદાર્થની વિચારણા વખતે વિચાર કરી આવ્યા છીએ; પરન્તુ માર્ગનુસારિપણું આદિ આ છ લક્ષણોનો સમ્યકત્વ-ધર્મને અંગે પણ જો અંશતઃ અંશતઃ સ્વીકાર કરવો હોય, તો તે અવશ્ય થઇ શકે છે. બાકી આ છ લક્ષણો દેશવિરતિ-ધર્મ અને સર્વવિરતિ ધર્મવાળા પુણ્યાત્માઓને તો સારી રીતિએ બંધબેસતાં થાય જ છે. ઉપકારિઓએ માગનુસારિતા આદિ આ છ લક્ષણોને, દેશવિરતિધર આત્માનાં છ લક્ષણો તરીકે તેમજ સર્વવિરતિધર આત્માઓનાં છ લક્ષણો તરીકે પણ ઓળખાવેલ છે; પણ એનો અર્થ એવો તો નથી જ થતો કે-સમ્યકત્વ ધર્મને પામેલા પુણ્યાત્માઓને આ છ લક્ષણો તેમના ક્ષયોપશમાદિને અનુકૂલ રીતિએ પણ બંધબેસતાં થઇ શકે જ નહિ. આથી આ છ લક્ષણોને ધર્મી એવા સૌ કોઇએ જાણી લેવાં જોઇએ તથા તેમાં જે ઉણપ રહેતી હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ અને ધર્મના અર્થી આત્માઓએ પણ આ છ લક્ષણોને જાણીને તેને મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ, કે જેથી આ છ લક્ષણોનો અભ્યાસ કરતે કરતે પણ ધર્મની પ્રાપ્તિ થઇ જાય.
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy