________________
૧૧૮
ચૌદ ગુણસ્થાન ભાગ-૩
તેના યોગે થતા ધર્મોપગ્રહદાનાદિ રૂપ પુરૂષાર્થ દ્વારા વિરતિના પરિણામોને અવશ્ય પામે છે. તેમાં કોઇ દેશવિરતિ જોગા પરિણામોને પણ પામે છે અને કોઇ સર્વવિરતિ જોગા પરિણામોને પણ પામે છે. આ રીતિએ જે આત્માઓ દેશવિરતિ જોગા પરિણામોને પામે છે, એવા આત્માઓનો જે શ્રાવકધર્મ, તે સંબંધી જ આ વિંશિકા છે. આથી બીજી ગાથામાં શાસ્ત્રકાર પરમર્ષીએ દેશવિરતિ આત્માઓનાં લક્ષણોનું વર્ણન કર્યું છે. શાસ્ત્રકાર પરમર્ષિ માવે છે કે-દેશચારિત્રી એટલે દેશવિરતિપણાને પામેલો આત્મા માર્ગાનુસારી હોય છે, શ્રાદ્ધ હોય છે, પ્રજ્ઞાપનીય હોય છે, ક્રિયાપર હોય છે, ગુણરાગી હોય છે અને શકયારંભસંગત હોય છે.
સ, દેશવિરતિધર તો બાર વ્રતધારીને કહેવાય ને ?
પાંચ અણુવ્રતાદિ બારે ય વ્રતોવાળાને જ દેશવિરતિધર કહેવાય, એવો નિયમ નથી. બાર વ્રતધારિને દેશવિરતધર અવશ્ય કહેવાય, પણ દેશવિરતિધર બાર વ્રતધારી જ હોય પણ એમ કહી શકાય નહિ. કોઇક બાર, કોઇક અગિયાર, કોઇક દશ, કોઇક નવ અને એમ કોઇક એક આદિ વ્રતને પણ ગ્રહણ કરેલ હોય.
સ. એટલે દેશવિરતિની વાતમાં અણુવ્રતાદિની વાત જ હોય ને ? એમાં આ લક્ષણોની વાત ક્યાંથી હોય ?
દેશવિરતિધર આત્માઓમાં અણુવ્રતાદિ બાર વ્રતો પૈકી બારેય અથવા એકાદિ વધુ-ઓછાં વ્રતો હોઇ શકે છે, પરનું દેશવિરતિધર એવા બધા જ આત્માઓની સર્વસામાન્ય જેવી દશા કેવી હોય છે, તેનું શાસ્ત્રકાર પરમર્ષિએ આ લક્ષણોના વર્ણન દ્વારા સૂચન કર્યું છે.
| સર્વ ધર્મી આત્માઓનાં લક્ષણો
માર્ગાનુસારિપણું, શ્રાદ્ધપણું, પ્રજ્ઞાપનીયપણું, ક્રિયાપરતા,