________________
ચૌદ ગુણસ્થાનક ભા।-3
૧૧૫
વાત્સલ્યાદિ કરવાનું મન થયા વિના પણ રહે નહિ આથી તમે સમજી શકશો કે-અનુકંપાદાનનો વિષય જૂદો છે અને ધર્મોપગ્રહદાનનો વિષય જૂદો છે.
પાત્રના ત્રણ પ્રકારો
ધર્મોપગ્રહદાન તો ધર્મ જોઇને જ કરવાનું હોય છે, એટલે જેઓમાં ધર્મ હોય તેઓને ધર્મોપગ્રહદાન દેવાનું હોય છે. એમાં તો જેટલો ધર્મ, તેટલી પાત્રતા ગણાય છે. ધર્મના આધારે પાત્રતાનો નિર્ણય કરવાનો હોઇને, પાત્રોના ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ વિભાગો કરવામાં આવ્યા છે. ઉપકારિઓએ, પાપ માત્રથી વિરાગ પામેલા સાધુજનોને ઉત્તમ પાત્રમાં ગણાવ્યા છે અને અવિરત સમ્યદ્રષ્ટિ આત્માઓને જઘન્ય પાત્રમાં ગણાવ્યા છે. આ સિવાયના એટલે પ્રાયઃ સઘળા જ મિથ્યામતિ આત્માઓ ધર્મોપગ્રહદાનને અંગે તો સર્વથા અપાત્ર છે. ધર્મને પ્રધાનતા આપીને જે દાન કરવાનું છે, તેમાં પાત્રાપાત્રનો અને પાત્રમાં પણ ઉત્તમ-મધ્યમ-જઘન્યનો ભેદ પાડ્યા વિના ચાલી શકે જ નહિ. ખોળ અને ઘાસ જેવી ચીજ પણ જો ગાય આદિને ખવડાવવામાં આવે તો તે દૂધપણાને પામે છે, જ્યારે દૂધ પણ જો સર્પ આદિને પીવડાવ્યું હોય તો તે વિષપણાને પામે છે, એટલે પરિણામની દ્રષ્ટિએ જ્યારે વિચાર કરવાનો અવસર હોય, ત્યારે તો પાત્રાપાત્રની વિચારણા અવશ્ય કરવી જોઇએ. નિર્દયતા નહિ આવવા દેવી
દુઃખિના દુઃખનો નાશ કરવાની વખતે એ વિચાર કરવાનો નથી, એનું કારણ એટલું જ છે કે-એ વખતે દયાભાવની પ્રધાનતા છે. દુ:ખી જીવ ગમે તેટલો ખરાબ હોય તો પણ, દયાળુ જીવ દુઃખી જીવના દુઃખને સહી શકતો નથી. એને એમ થાય છે કે- ‘મારાથી