________________
૧૧૪
યદ ગુણસ્થાનકે ભાગ-૩
પણ જ્ઞાનની સામગ્રી આપીને તેમજ બીજા આત્માઓને પણ હેયોપાદેયના વિવેક્ન જન્માવનારા જ્ઞાનની પ્રાપ્તિમાં સહાયક બનીને જ્ઞાનદાનનો લાભ મેળવી શકે છે. એ પુણ્યાત્મા પોતાની શક્તિના પ્રમાણમાં અભયદાનનો દાતા પણ અવશ્ય હોય છે. આમ છતાં પણ અહીં ધર્મોપગ્રહદાનને મુખ્યતા આપવામાં આવી છે, એ સૂચવે છે કે-ધર્મોપગ્રહદાન એ શ્રાવકોને માટે ઘણી જ મહત્ત્વની વસ્તુ છે. ધર્મોપગ્રહદાન દેવાને માટે દાતારે પાવાપાત્ર આદિની વિચારણા અવશ્ય કરવાની હોય છે.
અનુકંપાદાન
દુખિના દુઃખને દૂર કરવાની ભાવના માત્રથી જ અનુકંપાદાન વિહિત હોઇને, એમાં પાત્રાપાત્રની વિચારણાને અવકાશ જ નથી હોતો. એમાં પાત્રતા જોવાની દુ:ખની હયાતિની. કોઇ પણ જીવ હોય, પણ તે દુઃખી છે એટલે અનુકંપાપાત્ર છે જ. અનુકંપાદાનમાં દુઃખિના દુખને દૂર કરવાની વિચારણા જ પ્રધાનતા ભોગવે છે. ભક્તિપાત્ર આત્માઓની તો ભક્તિ જ કરવાની છે, એટલે ભક્તિપાત્ર આત્માઓ જો દુ:ખી હોય તોપણ તેમના દુઃખને દૂર કરવામાં ભક્તિભાવની જ પ્રધાનતા હોય છે, એટલે અનુકંપાદાનમાં ભક્તિપાત્ર આત્માઓનો સમાવેશ થતો નથી. દુખી જીવ ગમે તેટલો ખરાબ હોય તો પણ, જે આત્મા તેના ખરાબપણા તરફ નહિ જોતાં, તેના દુખ તરફ જોઇને તેના દુઃખને દૂર કરવાના હેતુથી અનુકંપાદાન કરવાને તત્પર બને છે, તે આત્મા ભક્તિપાત્રા અથવા ધર્મશીલ આત્માઓના દુ:ખને દૂર કરવાને માટે શું શું ના કરે ? જેનામાં ધર્મ હોય, તેના તરફ ધર્મિને સદભાવ જ હોય, એટલે ધર્મી આત્મા ધર્મી આત્માઓના દુઃખનું નિવારણ તો સદ્ભાવપૂર્વક કરે. ધર્મી દુઃખી ન હોય તો પણ ધર્મિને ધર્મી આત્માનું