________________
૧૧૬
ચૌદ ગુણસ્થાનક ભાદ્ગ-૩
શક્ય છે, તો મારે આને આ દુઃખમાંથી ઉગારી લેવો.' ત્યાં એને પરિણામ માત્ર એટલું જ જોઇએ છે કે-દુઃખી જીવનું તે દુઃખ ટળે. વળી છતી શક્તિએ દુઃખી જીવોના દુઃખની ઉપેક્ષા કરવામાં આવે, તો પોતાના પરિણામો જે કુણા હોય તે કઠોર બની જવા પામે. ધર્મના અર્થી આત્માએ પોતાના પરિણામોને કદી પણ કઠોર બનવા દેવા નહિ. પરિણામો કઠોર બનતાં નિર્દયતા આવે અને નિર્દયતા આવે એટલે ધર્મ ટકી શકે નહિ. દુઃખી જીવોના દુઃખને દૂર કરવાના હેતુથી જેઓ અનુકંપાદાન કરે છે, તેમને તો પોતાના દયાના પરિણામો દ્વારા અને દુ:ખિના દુઃખનો નાશ કરવાની પ્રવૃત્તિ દ્વારા લાભ જ થાય છે. એને એ જીવ ગમે તેટલું ખરાબ વર્તન કરતો હોય, તો પણ તેની સાથે સંબંધ નથી અનુકંપાદાનમાં, અનુકંપાને પાત્ર જીવોની ખરાબીને પોષવાનો હોતુ નથી, જ્યારે ધર્મોપગ્રહદાનમાં તો એ દાન દ્વારા ધર્મને પોષવાનો હેતુ છે. ધર્મોપગ્રહદાનમાં જો પાત્રાપાત્રની વિચારણા કરીને પાત્રદાન કરવા તરફ લક્ષ્ય આપે નહિ, તો ધર્મોપગ્રહદાનનો હેતુ બર આવે નહિ અને અનુકંપાદાનમાં જો પાત્રપાત્રની વિચારણા કરવા માંડે તો અનુકંપાદાનનો જે હેતુ-દયાભાવથી દુઃખિત દુઃખનો નાશ કરવાનો હેતુ-તે બર આવે નહિ. આ વસ્તુને નહિ સમજી શકનારા તેરાપંથી સાધુઓ વિગેરે, આજે ભદ્રિક જનતાના દયાભાવનો ધાત કરવાનો અને દુઃખી જીવોના દુઃખનિવારણનો નિષેધ કરીને અન્તરાયાદિ કર્મોને ઉપાર્જવાનો ધંધો લઇ બેઠા છે. દયાળુ આત્માઓએ તો એવા દયાઘાતક આત્માઓને છાંયે પણ જવું નહિ.
સાધુને નહિ રવા લાયગૃહસ્થોને અવશ્ય કરવા લાયક
આ ગાથામાં ધર્મોપગ્રહદાન સાથે મૂકેલ આદિ શબ્દ શ્રી