SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ – – – – – – – ૧૦૬ ચૌદ ગુણસ્થાન ભાગ-૩ – – સામાન્ય રીતિએ તો એમ જ કહેવાય કે-એવા પુણ્યાત્માઓ. દેશવિરતિના અને સર્વવિરતિના પરિણામોને સહેલાઇથી પામી શકે છે તેમજ શુશ્રુષા આદિ ગુણો એ વિરતિને એટલે વિરતિના પરિણામોને પ્રગટાવનારા ચારિત્રમોહનીય-કર્મના ક્ષયોપશમને સાધવામાં આત્માને અનુપમ કોટિની સહાય કરે છે, પણ સૌનાં કર્મ અને સૌની ભવિતવ્યતા આદિ સરખાં નથી હોઇ શકતાં, સમ્યગ્દર્શન ગુણને પામીને જીંદગીભર શ્રી જિનવચનનું શ્રવણ આદિ રસિકતાથી અને રૂચિપૂર્વક કરે અને તેમ છતાંય જેમનામાં ચારિત્રના પરિણામ જીવનભરમાં પ્રગટે જ નહિ, એવાં કર્મ અને એવી ભવિતવ્યતા આદિવાળા આત્માઓ પણ હોઇ શકે છે. આ વાત ખ્યાલમાં હોય તો, અવિરત સચદ્રષ્ટિ આત્માઓની અવગણનાથી ઘણી સહેલાઇથી બચી શકાય. જેઓ કર્મની વિચિત્રતાને સમજે છે,તેઓને આ સંસારમાં જે કાંઇ બને તેથી આશ્ચર્ય થતું નથી. એ તો અક્ષય વસ્તુ પણ બને, તો પણ માને છે કે-એય સંભવિત છે. આત્માએ તો સારાના શોધક બનવું. તમને આજે સમ્યગ્દર્શનાદિ વિષે આટલું કહેવાય છે અને તેમ છતાંય તમારામાંના એકેયને કદાચ એની લેશમાત્ર પણ સારી અસર થયેલી જણાય નહિ, તો એથી અમને આશ્ચર્ય થાય નહિ. અમને દયા આવે એ બને, પણ કર્મોની વિચિત્રતાનો ખ્યાલ હોવાથી ન તો આશ્ચર્ય ઉપજે કે ન તો તમારા તરફ તિરસ્કારભાવ જન્મે. કર્મોના ઉદય યોગે શું શું બની શકે છે, એનો જે આત્માઓને સાચો ખ્યાલ આવી જાય છે, તે આત્માઓનું અન્તઃકરણ ભાવદયાથી ભરપૂર બની જાય છે. અને ગમે તેવા પાપિનું પણ બુરૂં ચિત્તવવાનું પણ મન થતું નથી. તો તેનું બૂરું કરવાનું મન તો થાય જ શાનું ? સમ્યગ્દષ્ટિનો મૃતધર્મનો રાગ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy