________________
સોદ ગણસ્થાનક ભાગ-૩.
૧૦૫
આ બધી વાતો ઉપરથી સમજી શકાય તેમ છે કેઅવિરતિવાળા સમ્યગ્દષ્ટિ આત્માઓ માટે શું સંભવી શકે અને શું સંભવી શકે નહિ ? વિરતિના અભાવ માત્રથી આપણે કોઇને પણ મિથ્યાદ્રષ્ટિ કહી શકીએ નહિ. સમ્યગ્દષ્ટિ આત્મા તેને તે ભવમાં મહાવ્રતાદિ રૂપ અગર અણુવ્રતાદિ રૂપ વિરતિને પામે જ-એવો પણ નિયમ નથી. સમ્યગ્દર્શનને પામેલો આત્મા મરતાં સુધી સમ્યકત્વને ગુમાવે નહિ, પ્રાપ્ત સમ્યક્ત્વને સાથે લઇને પરભવમાં જાય અને તેમ છતાં પણ સમ્યકત્વપ્રાપ્તિના ભવમાં અગર તો તે પછીના તરતના ભવમાં ય વિરતિને પામે નહિ-એ શક્ય છે. આ વાત સાથે એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે-સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા વિરતિને ન પામે એ પણ જેમ શક્ય છે. તેમ તે સામગ્રીસંપન્ના દશામાં શુગૃષાહીન હોય, ચારિત્રધર્મના રાગથી રહિત હોય અગર તો દેવ-ગુરૂની વૈયાવચ્ચના નિયમ વિનાનો હોય, એ અશક્ય છે. અહીં આપણે ભાવશ્રાવકની વાત ચાલે છે. શ્રાવકધર્મનો અધિકાર આ વિંશિકામાં છે. આ દ્રષ્ટિએ સામગ્રીસંપન્ન સખ્યદ્રષ્ટિ આત્માઓની આ વાત છે અને એથી એમ કહી શકાય કેભાવશ્રાવકો કમથી કમ ધર્મશાસ્ત્રોને સાંભળવાની ઇચ્છાથી રહિત હોઇ શકે નહિ, ચારિત્રધર્મના રાગથી રહિત પણ હોઇ શકે નહિ અને દેવ-ગુરૂની વૈયાવચ્ચના નિયમથી પણ રહિત હોઇ શકે નહિ. આવા પણ શ્રાવકો એટલે સંયોગાદિ મુજબ જીવનભર સદ્ગુરૂઓના મુખે ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરનારાઓ, ચારિત્રધર્મના રાગથી. રંગાએલાઓ અને દેવ-ગુરૂની વૈયાવચ્ચના નિયમવાળાઓ પણ જીવનભર અણુવ્રતાદિ રૂપ દેશવિરતિના પરિણામોને પણ પામી શકે નહિ-એ શક્ય છે.
કર્મની વિચિત્રતા
-
-