SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪. થાક ભાવ- ૩ — — — — — — — — — — — — — — હોઇ શકે નહિ અને વિરત-સમ્યગ્દષ્ટિપણું જો એ સ્થાને હોય તો એ સ્થાનને અવિરત-સમ્યગ્દષ્ટિનું ગુણસ્થાનક કહી શકાય નહિ.” વાત સાચી છે કે-વિરત સમ્યદ્રષ્ટિ આત્મા અવિરત સમ્યગ્દષ્ટિઓના ગુણસ્થાનકે એટલે ચોથા ગુમસ્થાનકે હોઇ શકે જ નહિ; વિરત-સમ્યદ્રષ્ટિ આત્માઓ તો પાંચમા-છઠ્ઠા આદિ ગુણસ્થાનકોએ જ હોઇ શકે; પરન્તુ આ વાત જેમ સાચી છે, તેમ એ વાત પણ સાચી છે કે-વૈયાવચ્ચનો નિયમ એ તપનો ભેદ હોવાથી ચારિત્રના જ અંશ રૂપ છે. આમ આ બન્નેય વાતો સાચી હોવા છતાં પણ, અવિરત સમ્યદ્રષ્ટિ આત્માઓ, વૈયાવચ્ચના નિયમવાળા હોઇ શકે જ નહિ, એમ કહેવું તે બરાબર નથી ? કારણ કેવૈયાવચ્ચના નિયમ રૂપ ચારિત્ર, એ એટલું બધું અલ્પ ચારિત્ર છે કે-તેની અચારિત્ર તરીકે વિવક્ષા થઇ શકે છે. જેમ સંમૂચ્છિમ જીવો કાંઇ સર્વથા સંજ્ઞાહીન હોતા જ નથી; જો તે જીવોને સર્વથા સંજ્ઞાહીન કહેવામાં આવે, તો તો તેમને જીવ તરીકે મનાય જ નહિ; સર્વથા સંજ્ઞાહીન તો જડ જ હોઇ શકે; એટલે સંમૂચ્છિમ જીવો સંજ્ઞાવાળા તો હોય જ છે, પણ તે જીવોની તે સંજ્ઞા એવી હોય છે કે એ સંજ્ઞાને આગળ કરી શકાય નહિ અને એથી વિશિષ્ટ સંજ્ઞાના અભાવે સમૂચ્છિમ જીવોને અસંજ્ઞી તરીકે કહેવાય છે, તેમ વૈયાવચ્ચના નિયમ રૂપ ચારિત્ર સમ્યગ્દષ્ટિ આત્માઓમાં હોય છે, તો પણ તેઓને અવિરત-સમ્યગ્દષ્ટિ જરૂર કહી શકાય છે અને એથી અવિરત-સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનકનો અભાવ થવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. વિરતસમ્યદ્રષ્ટિ આત્માઓ તરીકે તો મહાવ્રતો અથવા અણુવ્રતો આદિ રૂપ ઘણા ચારિત્રને પામેલા સખ્યદ્રષ્ટિ આત્માઓને જ ગ્રહણ કરવાના છે. વિરતિ ન હોય તોય શુશ્રુષાદિ હોય .
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy