________________
ચોદ મણસ્થાનક ભા.1-3
૯૭
—
-
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
શ્રાવકપણાને પામવાની ઇચ્છાવાળા પુણ્યાત્માઓએ તેમજ ભાવ શ્રાવકપણાને પામેલા પુણ્યાત્માઓએ, આ ત્રણેય વસ્તુઓ પ્રત્યે ખૂબ જ આદરવાળા બનવું જોઇએ. જે આત્માઓ આ ત્રણ ઉત્તમ વસ્તુઓની ઉપેક્ષા કરે છે, તેઓ કાં તો ગુણને પામ્યા નથી અને જો ગુણને પામ્યા છે, તો તેઓ પોતાના ગુણનો વિનાશ કરી રહ્યા છે. જેઓ પોતાની જાતને શ્રાવક તરીકે ઓળખાવે છે, તેઓ જો આ ત્રણ ઉત્તમ વસ્તુઓની ઉપેક્ષા કરનારા હોય, તો તેઓ નામના શ્રાવકો છે અથવા તો નામના શ્રાવકો બની જવાય તેવું તેમનું વર્તન છે. આ ત્રણ ગુણો પ્રત્યે ઉપેક્ષાભાવને ધરનારાઓ, વસ્તુતઃ પોતાને શ્રાવક તરીકે ઓળખવાને અગર તો પોતાને શ્રાવક તરીકે ઓળખાવવાને પણ લાયક નથી.
ધર્માચાર્યોનો આન્તર ભાવ
સુધરવું હોય, કલ્યાણ સાધવું હોય, તો ધર્માચાર્યોના આત્તર ભાવને પિછાનતા શીખો. ધર્માચાર્યો તમને જરીય ખરાબા રહેવા દેવાને ઇચ્છતા નથી. ધર્માચાર્યોને એમ થાય છે કે આવી સુન્દર સામગ્રીને પામેલા પુણ્યવાનો, અમારા યોગને પામીને , પોતાની બધી જ ખરાબીઓને તજનારા અને પોતાના આત્માની અદ્ધિને પ્રગટાવવાનો પ્રયત્નશીલ બને તો સારું. આવા ઉદેશથી જ, સ્વ-પરના કલ્યાણને લક્ષ્યમાં રાખીને, ધર્માચાર્યો તમને અવસરે અવસરે હેયના ત્યાગની અને ઉપાદેયના સ્વીકારની પ્રેરણા કર્યા વિના રહી શકતા નથી. જ્યાં સુધી તમને હિતકર સાચી વાત સાંભળવાને માટે લાયક માને અગર હિતકર સાચી વાત સાંભળવાને માટે તમે નાલાયક બન્યા નથી-એમ માને, ત્યાં સુધી તમને પામીને ધર્માચાર્યો સ્વ-પરના હિતની સાચી વાત કહ્યા વિના કેમ રહી શકે ? ધર્માચાર્યોને તો એમ પણ થાય કે-ધર્મોપદેશ સાંભળવાને માટે