________________
ચૌદ ગુણસ્થાનક ભા।-3
અમારી પાસે આવેલા પુણ્યાત્માઓને, ધર્મોપદેશ કરતે કરતે તેમના દોષોની અને તેમણે પ્રાપ્ત કરવા યોગ્ય ગુણોની વાતો એવી રીતિએ પણ કહેવી, કે જેથી એમને એવું હાડોહાડ લાગી જાય કે- ‘હવે તો આ દોષોને ગમે તેમ કરીને પણ તજવા અને અમારે અમારા આત્માને ગુણોનું ભાજન બનાવવો. હું શ્રાવક તરીકે ઓળખાઉં છું, તો મારે સાચા શ્રાવક બનવું અને સાચા શ્રાવક બનીને મારે મારા આત્માને ઉત્તરોત્તર ગુણસમૃદ્ધ બનાવવાનો પણ પ્રયત્ન કરવો.' તમારા દોષકારક કર્મને ધક્કો વાગે, એવો આઘાત તમને થાય, તો ધર્માચાર્યોનો હેતુ સરસ રીતિએ બર આવે અને એથી ધર્માચાર્યે તમારા દોષકારક કર્મને ધક્કો વાગે-એવો આઘાત તમને થાય એવી વાણીનો પણ ઉપયોગ કરે. એવી વાણીમાં દેખીતી રીતિએ કઠોરતા હોય, તોય તેમાં સાચી મધુરતા છે અને જેઓને એ વાણીથી પોતાના દર્દો કારક કર્મને ધક્કો વાગે એવો આઘાત
થાય છે, તેઓ તો એ સાચી મધુરતાનો સુન્દર પ્રકારનો અનુભવ કરે છે.
સમ્યગ્દર્શન યોગે ચિત્તશુદ્ધિ
સમ્યગ્દર્શન રૂપ સદ્ધર્મની પ્રાપ્તિ થવાના પ્રતાપે જે પુણ્યાત્માઓ શ્રી જિનવચનની સાચી આસ્તિક્તાને પામેલા હોય છે, તેઓ મોક્ષના રસિક હોવાના કારણે તે ભાવ દ્વારા શુદ્ધ ચિત્તના સ્વામી હોય છે. સમ્યગ્દર્શન ગુણને ધરનારા પુણ્યાત્માઓની ચિત્તશુદ્ધિ વિષય-કષાયના ઝંઝાવાત વખતે પણ ઘણું જ સુન્દર કામ આપે છે. અવિરતિથી અને અનન્તાનુબન્ધી સિવાયના કષાયોથી એ પુણ્યાત્માઓનું ચિત્ત સંક્ષુબ્ધ બને એ શક્ય છે, પણ એ રીતિએ પોતાનું ચિત્ત જે સમયે સંક્ષુબ્ધ બન્યું હોય તે સમયે પણ જો તેઓ ઉપયોગશૂન્ય નથી હોતા, તો તેઓ
૯૮