________________
–
–
–––
–
–––
–––
–
–
–
–
–
–
૯૬
ચૌદ સ્થાનિક ભાd -3 – દર્શન-શ્રાવક' નાં લક્ષણો પણ હોય છે. શાસ્ત્રકાર પરમર્ષિએ આ ત્રણેય પ્રકારના ભાવશ્રાવકોના સ્વરૂપનું વર્ણન કર્યું છે. શાસ્ત્રકાર પરમર્ષિએ દશમી વિંશિકા દ્વારા શ્રાવકની અગીઆર પ્રતિમાઓનું વર્ણન કર્યું છે, એટલે એમ પણ કહી શકાય કે-શાસ્ત્રકાર પરમર્ષિએ આ નવમી વિંશિકામાં “દર્શન-શ્રાવક” તથા “વ્રત-શ્રાવક” એ બે પ્રકારનાં ભાવ શ્રાવકોનું વર્ણન કર્યું છે અને દશમી વિંશિકામાં ઉત્તરગુણ-શ્રાવક' નામના ભાવ શ્રાવકના ત્રીજા પ્રકારનું વર્ણન કર્યું છે. નવમી વિંશિકાની પહેલી ગાથામાં “દર્શન-શ્રાવક' તરીકે ઓળખાતા ભાવ શ્રાવકની વાત છે. એ શ્રાવક કેવો હોય છે ? એ દર્શાવતાં શાસ્ત્રકાર પરમર્ષિ માવે છે કે-એ ધર્મોપગ્રહદાનાદિને આચરનારો હોય છે, ભાવથી શુદ્ધ ચિત્તને ધરનારો હોય છે અને શ્રી જિનવચનના શ્રવણમાં રતિવાળો હોય છે.
શ્રાવકોમાં આ ત્રણની ઉપેક્ષા ન હોય
ઉત્તમ શ્રાવક બનવાને માટે આ ત્રણેય વસ્તુઓ આવશ્યક છે. ધર્મોપગ્રહદાનાદિનું આચરણ, ભાવ દ્વારા ચિત્તની શુદ્ધિ અને શ્રી જિનવચનના શ્રવણમાં રતિ, -આ ત્રણ વસ્તુઓમાં અપ્રાપ્ત ગુણોને પમાડવાનું અને પ્રાપ્ત ગુણોને નિર્મળ બનાવવા સાથે તેમાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ કરવાનું અદ્ભુત સામર્થ્ય છે. આ ત્રણ વસ્તુઓ, સમ્યગ્દર્શન ગુણને પામેલા શ્રાવકોમાં સામગ્રીના યોગે અવશ્ય હોય છે. આ ત્રણ વસ્તુઓ, ભવ્ય આત્માઓને સમ્યગ્દર્શન ગુણ પમાડવાનું સામર્થ્ય પણ ધરાવે છે. એ જ રીતિએ, આ ત્રણ વસ્તુઓ દર્શન-શ્રાવકને વ્રત-શ્રાવક બનાવે છે, વ્રત-શ્રાવકને ઉત્તરગુણ-શ્રાવક બનાવે છે અને ઉત્તરગુણ-શ્રાવકને પ્રતિમાના ક્રમે કરીને સાધુધર્મને પમાડે છે. આ કારણે, આ શ્રાવકધર્મવિંશિકામાં આ વાતને પહેલી ગાથામાં જ લેવામાં આવી છે. ભાવ