________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૯૫
–
–
–
–
ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં ભાવ શ્રાવકોના ગુણોને આશ્રયીને ત્રણ વિભાગો દર્શાવેલા છે. એક દર્શન-શ્રાવક, બીજા વ્રત-શ્રાવક અને ત્રીજા ઉત્તરગુણ-શ્રાવક. જે આત્માઓ સમ્યગ્દર્શન ગુણને પામેલા હોય પણ શ્રાવકોનાં બાર વ્રતો પૈકીના કોઇ એક વ્રતને પણ પામ્યા ન હોય, એવા ભાવ શ્રાવકોને ઉપકારિઓ “દર્શન-શ્રાવકો' તરીકે ઓળખાવે છે. જે આત્માઓ સમ્યગ્દર્શન ગુણથી યુક્તપણે શ્રાવકોનાં બાર વ્રતો પૈકીનાં પાંચ અણુવ્રતોને ધરનારા હોય, એવા ભાવ શ્રાવકોને ઉપકારિઓ “વ્રતશ્રાવકો' તરીકે ઓળખાવે છે. અને જે આત્માઓ સમ્યગ્દર્શન ગુણથી સહિતપણે શ્રાવકોનાં પાંચ અણુવ્રતોની સાથે ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો-એ બારેય વ્રતોને ધરનારા હોય, એવા ભાવ શ્રાવકોને ઉપકારિઓ “ઉત્તર ગુણ શ્રાવક' તરીકે ઓળખાવે છે. આ વિષયમાં એવા પ્રકારની વ્યાખ્યા પણ કરાય છે કેસમ્યક્ત્વયુક્ત બાર વ્રતને ધરનારા ભાવશ્રાવકોને “વ્રત-શ્રાવકો” તરીકે ઓળખવા અને જે આત્માઓ સમ્યક્ત્વયુક્ત બાર વ્રતોને ધરનારા હોવા ઉપરાન્ત સર્વ સચિત્તના ત્યાગી હોય, એકાસણું કરનારા હોય, ચોથા વ્રતને એટલે સર્વથા બ્રહ્મચર્યના નિયમને માવજીવને માટે ધરનારા હોય, ભૂમિશયન કરનારા હોય તેમજ શ્રાવકની પ્રતિમાદિકનું વહન કરવાવાળા તથા બીજા પણ વિશેષ અભિગ્રહોને ધારનારા હોય, એવા ભાવ શ્રાવકોને “ઉત્તરગુણશ્રાવકો' તરીકે ઓળખવા. ભાવ શ્રાવકપણાની શરૂઆત સમ્યગ્દર્શન ગુણથી થાય છે અને તેનો વધુમાં વધુ વિકાસ ઉત્તરગુણ-શ્રાવક' પણા સુધીનો હોય છે. એનાથી આગળ તો સર્વવિરતિ-ધર્મ છે. “ઉત્તરગુણ-શ્રાવક' માં પોતાનાં વિશેષ લક્ષણો હોવા સાથે “વ્રત-શ્રાવક” અને “દર્શન-શ્રાવક' નાં લક્ષણો પણ હોય છે અને “વ્રત-શ્રાવક' માં પોતાનાં વિશેષ લક્ષણો હોવા સાથે