________________
ચૌદ વણસ્થાનક માd-a.
૯૩
નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજાની વાતને રૂચિપૂર્વક સાંભળીને, જે પુણ્યવાન જીવો, તેને ઉચિત રીતિ નિયમપૂર્વક આચરે છે, તે જીવો પોતાના સંસારનો નાશ કરવાને સમર્થ એવાં શોભના અનુષ્ઠાનોને જલ્દિથી પામે છે. અર્થાત્ શ્રી જિનપૂજાને કરનારા જીવો ચારિત્ર મોહના ક્ષયોપશમાદિને પણ સાધી શકે છે અને એ દ્વારા સદનુષ્ઠાનોને સેવનારા બનીને મોક્ષને સાધનારા પણ બની શકે છે. તમારે એ વાત ધ્યાનમાં રાખવી કે શ્રી જિનશાસનમાં એક પણ વાત મોક્ષને અળગો રાખીને કરવામાં નથી આવી. જેઓને મોક્ષનું ધ્યેય રુચતું નથી, તેઓને શ્રી જિનશાસનનું કાંઇ પણ સારૂં રૂચતું પણ હોય, તોય કહેવું જોઇએ કે-તેને વસ્તુતઃ તો શ્રી. જિનશાસનનું કોઈ પણ સારું રચતું જ નથી. આથી હિતના
અભિલાષી જીવોએ જો પોતાનામાં મોક્ષની રૂચિ ન હોય, તો તેને પ્રગટાવવાનો પ્રયત્ન કરવો જોઇએ અને મોક્ષની રૂચિ હોય, તો તેને જેમ બને તેમ બલવત્તર બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. મોક્ષની રૂચિ મોક્ષના માર્ગની શોધ કરાવ્યા વિના રહે નહિ અને મોક્ષની રૂચિવાળામાં મોક્ષના માર્ગની શોધ કરતે કરતે એવી રૂચિપૂર્વકની સમજ પણ પ્રગટ્યા વિના રહે નહિ કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે માર્ગ પ્રરૂપ્યો છે, તે જ એક સાચો મોક્ષમાર્ગ છે અને આ સિવાયના જેટલા ધર્મમાર્ગો આ દુનિયામાં કહેવાય છે, તે સર્વ યથાર્થ રૂપમાં તારક ધર્મમાર્ગો છે જ નહિ. રૂચિપૂર્વકની આવી સમજ આવ્યા પછીથી, મોક્ષનો અર્થી જીવ દાનમાં અને શ્રી જિનપૂજનાદિમાં તત્પર બન્યો થકો. ચારિત્રમોહના ક્ષયોપશમને સાધનારો પણ બની શકે છે. એથી તેનામાં વિરતિના પરિણામો પ્રગટે છે. તે પરિણામો દેશવિરતિના પણ હોઇ શકે છે અને સર્વવિરતિના પણ હોઇ શકે છે. આથી તે પુણ્યાત્મા ચોથા ગુણસ્થાનકેથી પાંચમાં દેશવિરતિના ગુણસ્થાનકને અથવા તો છઠ્ઠા