________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ] કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે પોતે બનાવેલા શ્રી ગશાસ્ત્રમાં શીલનો મહિમા આ પ્રમાણે જણાવ્યું છે-બ્રહ્મચર્ય એ ચારિત્રનું પ્રાણભૂત છે, ને મુક્તિનું અદ્ધિતીય કારણ પણ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચારી ભવ્ય જીવેની મોટા મેટા ઈંદ્રાદિક મહદ્ધિક છે પણ ખંતથી પૂજા કરે છે. અપૂર્વ તેજ અલૌકિક વીય લાંબુ આયુષ્ય ઉત્તમ સંસ્થાન તથા મજબૂત સંઘયણ વિગેરે ઉત્તમ ફલે બ્રહ્મચર્ય રૂપી કલ્પ વૃક્ષમાંથી પ્રકટે છે. શીલના પ્રભાવે વિ િફૂર થાય છે, યશ: કીર્તિ વધે છે, અગ્નિ જલ જે બને છે, સપદિક પણ શીલધારીને ઉપદ્રવ કરી શકતા નથી. આ બીનાને ધ્યાનમાં રાખીને મલયાસુંદરી મહાબલ કુમારે દુઃખના પ્રસંગે પણ શીલ રક્ષા કરી છે. વિજયશેઠ-વિજયારાણીએ પણ ગૃહસ્થાવાસમાં પણ નિર્મલ શીલ પાલીને અવસરે દીક્ષા ગ્રહણ કરી આત્મહિત સાધ્યું છે. આવા નિર્મલ શીલવંતા ભવ્ય જીવોને કામદેવ લગાર પણ છે છેડી શક્તા નથી. જે શીલપ્રધાન જીવન છે, તે નિર્ભય (નીડર) જીવન છે. આવા જીવનને ધારણ કરનારા પુણ્યવંત આત્માઓ બીજા જીવને પણ પોતાના જેવા બનાવી શકે છે. હે જીવ! આવું નિર્મલ જીવન પામીને મુક્તિના અક્ષય સુખ મેળવીને માનવ જન્મને સફલ કરજે. ૮
અવતરણ–પૂર્વે કહ્યા પ્રમાણે વર્તન રાખનાર શીલ વીર પુરુષ સ્ત્રીઓના કટાક્ષ રૂપી બાણના (સમૂહના) ઉપદ્રવે કેવા પ્રકારની કઈ ઢાલ રાખીને દૂર કરે છે તે પ્રશ્નને ખુલાસે તે જણાવે છે –