________________
પ૬
[ શ્રી વિજયપધસૂરિકૃતયાદ રાખવી. કવિરાજ સ્ત્રીકથાને વેલનું રૂપક આપીને એટલે તે વેલડીના જેવી છે એમ કહીને, તે વેલને બાળીને રાખ બનાવનારા નિર્મલ બ્રહ્મચારી મહા મુનિવરોની પાસે કામદેવ ભલેને ઘણું બેડસાઈ મારે, તે પણ તેનું કંઈ ચાલતું નથી. સ્ત્રીઓની કથા રૂપ એક વેલડી છે. તેની ઉપર શૃંગાર રસને પિષનારા વચને રૂપી અમૃતનું સિંચન કરવાથી તે વેલ લીલી છમ બને છે. આ વેલડીને સ્ત્રીઓ જે વક્રોક્તિ ભરેલાં વચને બેલે છે તે રૂપ પાંદડાં આવેલાં છે. અને મને ભાવ ( વિચાર) બતાવી (જણાવી) સ્ત્રીઓ જે વચને બેસે છે, તે મને ભાવ રૂપી ફૂલે ઉગ્યા છે. તીવ્ર મેહ વાસનાવાળા સંસારી જીને સુંદર લાગતી આ વેલને ખરા ત્યાગી મુનિવરો શીલ રૂપી અગ્નિમાં નાંખીને ત બાળી નાખે છે. રાખ જેવી બનાવી દે છે. આ સ્થિતિ જોઈને કામદેવ કેધથી રાતે ચાળ બની જાય છે. તે મુનિવરેને હેરાન કરવાને અથાગ ઉધમાત કરે છે. પણ અંતે થાકીને તેમને નમીને ચાલ્યા જાય છે. કહેવાનું ખરૂં તાત્પર્ય એ છે કે કુલ રૂપી હથિયારના બલે કામદેવ ભલેને બીજા મેહ વશ સંસારી જીવને જીતી લે, પણ શીલવંત મુનીશ્વરેને જીતી શકો નથી. કારણ કે તે મહા પુરૂષો કામદેવના હથિમ્રાર રૂપ ફૂલને ઉપજાવનાર સ્ત્રીકથા રૂપી વેલડીને પિતાના નિર્મલ શીલ રૂપી અગ્નિમાં હેમીને રાખ જેવી બનાવી દે છે. આથી કામદેવ શસ્ત્ર વગરને થઈ જવાથી નિર્બળ બને એમાં નવાઈ શી? જ્યાં બ્રહ્મચર્ય રૂપી અગ્નિ ધગધગત હોય, ત્યાં ફૂલ હથિયાર શું કામ કરી શકે? કંઈ નહિ.