________________
પર
[ શ્રી વિજયપધસૂરિકૃતસુંદર લાગે છે, અને તે કથા રૂ૫ વલ્લી વડે તેઓને કામ દેવ પિતાના દાસ બનાવે છે પરંતુ] ને જે મુનિઓએ બ્રહ્મચર્ય રૂપ અગ્નિ વડે (તે સ્ત્રી કથા રૂપ વેલને) બાજુથી (મૂળ સહિત) બાળી નાખીને રાખ કરી નાખી છે, તેવા બ્રહ્મચારી મુનિઓને ઘણુ ક્રોધવાળો પણ કામદેવ શું કરી શકે? [અર્થાત્ તેવા બ્રહ્મચારીઓને કામદેવ જરા પણ સતાવી શકત (પજવી હેરાન કરી શકો, આંચ કરી શકતી નથી.] ૮
સ્પષ્ટાર્થ—આ લેકમાં કવિએ બીના એ જણાવી છે કે હે ભવ્ય જ! તમારે જે કામદેવને જીતવાની ઈચ્છા હોય તે સ્ત્રી કથાને (સ્ત્રીઓ સાથે વાત કરવાનો અને સ્ત્રીઓ સંબંધી વાત કરવાને) ત્યાગ કરો, કારણ કે જે પુરૂષ સ્ત્રીઓની સાથે વાત કરવાના રસીયા હોય છે, તેમજ અમુક અમુક દેશની સ્ત્રીઓના આવા વેષ આવી ભાષા આવી ચાલ હોય છે ઈત્યાદિ રીતે સ્ત્રી કથા કરવાના રસીયા હોય તે અસ્થિર મનવાળા અને કામ વાસનાથી દીન બનેલા જેના શીલ વ્રતમાં ખામી જ હોય છે, અને શીલવ્રતને વિનાશ થાય છે, તથા ઘણું દુઃખ વેઠવું પડે છે. માટે એવી સ્ત્રી કથાને ત્યાગ કરવો જોઈએ.
આ લેકમાં ગ્રન્થર્તાએ સ્ત્રી કથાને ખીલતાં ફૂલે વાળી લીલી વેલડીની ઉપમા આપી છે, તે આ પ્રમાણે વેલડી જેમ પાણી છાંટવાથી લીલી છમ બને છે, અને અનુકમે તેને પાંદડાં ને ફૂલ આવે છે, તેમ સ્ત્રી કથા રૂપ વેલડી શૃંગાર રસરૂપ પાણી છાંટવાથી અથવા સિંચવાથી લીલી