________________
સ્પષ્ટાધ સહિત વૈરાગ્યશતક ] વ્યાખ્યાન સાંભળવા વિષે પણ રીતિ કહી તીર્થકરે, પુરૂષ આવ્યા બાદ તારી આવતી ધર્મ સ્થલે આજ વ્યવહાર કરી સચવાય મર્યાદા ભલી, તીર્થ રૂપ શ્રીસંઘ નિજ કલ્યાણ સાધે હલીમલી. ૪૭ જીવન આબરૂદારનું જે તેજ ઉત્તમ માનીએ, આબરૂ ત્યાંથી ગઈ જે ધલિ જીવન જાણીએ; નાર નાગણ જેહવી માની ન વાતે કીજીએ, શીલ સંયમ કીર્તિ પાલી શીધ્ર શીવપદ લીજીએ. ૪૮ સ્ત્રી કથાએ જશ હારી કેઈક ચરણ વિકલ બન્યા, ધમી લોકે તેમને જીવતાં છતાં મડદાં કહ્યા ધલ ઢેફાં કાંકરા ને સંઘરે સાયર ખરે, પણ સંઘરે મડદાં કદી ? ઉત્તર વિમાસી ઉચ્ચ. ૪૯ સંઘ સાગર જીવતાં મડદાં કદી ના સંધરે, સ્મારણાદિ વિધાનને પણ આદરે શુભ અવસરે; સર્વ શાસન કાયદાઓ સત્ય મુનિજન પાલતા, વૈરાગ્ય રંગે શ્રેય સાધી આશ્રિતોને તારતા. પ૦
અક્ષરાર્થ–શુંગારરસ રૂપી અમૃતના છાંટવાથી (પ્રકટ થયેલી) લીલી (છમ સરખી) ચળતી કાન્તિવાળી તથા વક્રતાવાળાં રેચક વચને રૂપ પાંદડાં વાળી અને અભિલાષા ( વિષયની ઈચ્છા) રૂપ ખીલતાં કુલેની સુંદરતાવાળી એવી સ્ત્રી કથા-સ્ત્રીઓની વાત રૂપ વેલડી [ કામીજનને અતિ