________________
૫૦
[ શ્રી વિજયપદ્મસૂરિત
જે વાત કરવી નારની તે સ્ત્રીકથા અવધારીએ, તેવી કથા છે વેલડીના જેવી ઇમ માનીએ; વેલ પાણી છાંટવાથી જેમ લીલી છમ અને, સ્રોકથા રૂપ વેલ તિમ શૃંગાર અમીરસ સિચને. ૪ર વેલડી જિમ જલ તણી ધારા વડે પાષાય છે, સ્ત્રીકથા શૃંગાર રસના વચનથી પાષાય છે; આજ કારણ શીલવતા સ્રીકથાને નવિ કરે, ઝેર જેવી માનીને વૈરાગ્ય આરામે ફરે. ૪૩ વક્રોક્તિ રૂપી પાંદડાએ દીપતી આ વેલડી, આસક્તિ રૂપ ખીલેલ ફૂલે શાલતી આ વેલડી; સ્ત્રીકથા કરનાર જન વક્રોક્તિના વચને વદે, તે પછી આસક્ત થઈને ના ટકે શાલની હદે. ૪૪
ઈમ વિચારી જેમણે તે વેલ શીલ રૂપ અગ્નિથી, રાખ જેવી ઝટ કરી નાંખીજ માળી મૂલથી; શીલ વીર તે માનવાને ક્રોધથી ધમધમ થતા, કામ વિપરીત શું કરે? કઇ નાજ છેવટ થાકતા. ૪૫ કામદેવ વિજય લહે આસક્તિ રૂપ હથિયારથી, સ્ત્રીકથા તજનાર મુનિ આસક્તિ ટાલે ઝડપથી; કામ તેથી થાકતા હથિયાર પેાતાનુ જતાં, શીલવતા ભાવ શુદ્ધિ વચન શુદ્ધિ રાખતા. ૪૬