________________
૫૩
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ] છમ જેવી થાય છે. પાણીથી જેમ વેલ ઉગે છે તેમ મન શંગાર રસમાં હેરાવાથી સ્ત્રીકથા ઉગે છે એટલે સ્ત્રીએની સાથે વાત કરવામાં રસ પડે છે, તેમજ સ્ત્રીઓના પહેરવેશ આદિ સંબંધિ વાત કરવાનું મન થાય છે, તથા વેલ ઉગ્યા પછી તેને જેમ પાંદડાં આવે છે તેમ સ્ત્રીઓ સાથે વાતો કરવાનું મન થતાં વક્રોક્તિ (સીધો અર્થ ન બેલતાં મલીન ભાવને જણાવનારા આડકતરાં વચન) બેલવાની શરૂઆત થાય છે, તથા વેલને જેમ પાંદડાં આવ્યા બાદ ફૂલ આવે છે તેમ સ્ત્રીઓની પાસે આડકતરાં વચને ની પ્રવૃત્તિ થયા (રૂપ પાંદડાં આવ્યા) પછી ધીરે ધીરે સ્ત્રીઓ પ્રત્યે આસક્તિ ભાવ જાગે છે. માટે સ્ત્રીકથા રૂપ વેલડીનાં શબ્દ રૂ૫ રસ ગંધ ઈત્યાદિ ભેગનાં સાધને ઉપર પ્રેમ થે તે અહિં ખીલેલાં ફૂલ સરખો જાણ. જેમ જળસિંચન થયા બાદ પ્રથમ વેલનું ઉગવું પછી પત્ર આવવાં ને પછી ફૂલ આવવાં એ અનુક્રમની માફક સ્ત્રી કથા પણ શંગારરસથી પ્રથમ ઉગે છે, પછી વક્રોકિતવાળાં વચન બોલાય છે, પછી આસક્તિ ભાવ જાગે છે. એ ક્રમ અહીં સ્ત્રીકથા (રૂપ વેલડી) માં હોય છે. આ ઇરાદાથી ગ્રંથકાર કવિએ સ્ત્રીકથાને વેલડી સરખી કહી છે.
પ્રશ્ન:–વેલડીને ફૂલ આવ્યા પછી ફળ આવે છે તે વેલડીનું ફળ અને સ્ત્રીકથાનું પણ ફળ અહિં કેમ ન કહ્યું?
ઉત્તર–જેમ વેલડીને છેવટે ફળ આવે છે એ વાત અતિ સ્પષ્ટ છે તેમજ સ્ત્રીકથાનું પણ છેવટનું ફળ દુર્ગતિના